નીતિ આયોગના ‘ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલીનેસ ઇન્ડેક્સ-2026’માં ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમે
Live TV
-
ગાંધીનગર: નીતિ આયોગ દ્વારા જાહેર કરાયેલા પ્રથમ ‘ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલીનેસ ઇન્ડેક્સ-2026’માં ગુજરાતે 56.6 ના સર્વોચ્ચ સ્કોર સાથે દેશના મોટા રાજ્યોમાં પ્રથમ સ્થાન મેળવીને ઔદ્યોગિક વિકાસમાં પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી છે.
આ રેન્કિંગમાં ગુજરાતે મહારાષ્ટ્ર અને તમિલનાડુ જેવા રાજ્યોને પાછળ છોડી દીધા છે.ઔદ્યોગિક ઈકોસિસ્ટમ iNDEXTbની સિંગલ-વિન્ડો ક્લિયરન્સ સિસ્ટમ, સરળ NOC પ્રક્રિયા અને પ્લગ-એન્ડ-પ્લે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે રોકાણકારો માટે ગુજરાત પ્રથમ પસંદગી બન્યું છે.સસ્તી અને અવિરત વીજળી ઔદ્યોગિક ગ્રાહકો માટે વીજળીના દર રાષ્ટ્રીય સરેરાશ કરતા 29% ઓછા છે અને રાજ્યમાં દૈનિક સરેરાશ 23.8 કલાક વીજ પુરવઠો ઉપલબ્ધ છે.નાણાકીય શિસ્ત ગુજરાતની રાજકોષીય ખાધ 2.81% જેટલી ઓછી છે અને કુલ દેવાદારી પણ અન્ય મોટા રાજ્યોની સરેરાશ કરતા 40% ઓછી છે, જે આર્થિક સ્થિરતા દર્શાવે છે.ભારતની કુલ મર્ચેન્ડાઇઝ નિકાસમાં ગુજરાતનો હિસ્સો 31% છે. રાજ્યનો પ્રતિ વ્યક્તિ GSDP ₹2.64 લાખ છે, જે રાષ્ટ્રીય સરેરાશ કરતા ઘણો ઊંચો છે.રાજ્યમાં રાષ્ટ્રીય એક્સપ્રેસવેનું સૌથી મોટું નેટવર્ક અને કાર્યક્ષમ લોજિસ્ટિક્સ વ્યવસ્થાને કારણે સપ્લાય ચેઇન અત્યંત સ્પર્ધાત્મક બની છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે અપનાવેલી ઉદ્યોગલક્ષી નીતિઓ અને ઇનોવેશનને પ્રોત્સાહન આપતા વાતાવરણને કારણે રાજ્ય ‘વિકસિત ભારત @2047’ના વિઝનને સાકાર કરવા તરફ મક્કમ ગતિએ આગળ વધી રહ્યું છે.
