Skip to main content
Settings Settings for Dark

ડાંગ: સારા વરસાદને પગલે ડાંગરની રોપણીમાં જોતરાયા ખેડૂતો

Live TV

X
  • ડાંગ જિલ્લામાં વરસાદની શરૂઆત થતાં ખેડૂતોએ ડાંગરની વાવણી કરી દીધી હતી પરંતુ થોડા દિવસ વરસાદે વિરામ લેતા ખેડૂતોની હાલત કફોડી બની જવા પામી હતી. છેલ્લા ત્રણ દિવસથી ડાંગ જિલ્લામાં ખૂબ સારો વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને ખેડૂતોના ધરુને નવું જીવતદાન મળી ગયું છે. ડાંગરનાં ધરુ તૈયાર થઈ જતા ખેડૂતો આજે ઠેર ઠેર રોપણી કરતા જોવા મળ્યા હતા.

    હાલ ડાંગ જિલ્લામાં અનેક ઠેકાણે સારો વરસાદ પડયો છે જેને લીધે ખેડૂતમાં ખુશીની લાગણી છવાઈ છે. આજે ડાંગ જિલ્લાનાં આહવા, બોરખલ, કોટબા, ઘુબીટા, ઘોઘલી, નીલસકયા સહીત અનેક ગામમાં ખેડૂતો રોપણી કામમાં લાગી ગયા હતા. ખેડૂતો ડાંગરનાં ધરુને ઉખેડી ખેતરમાં ગારો પાડી પાણી ભરેલા ખેતરમાં રોપણી શરૂ કરી હતી. ડાંગ જિલ્લાનાં સુબીર તેમજ વઘઇ તાલુકામાં આવેલા ગામડાઓમાં પણ ડાંગરની રોપણીનો આરંભ કરી દેવાયો છે. સાથોસાથ લોકોએ પોતાના વાડામાં દેશી મકાઈ, વાલપાપડી, તુવેર, ગલકા, કરેલાના બિયારણ વાવ્યા હતા. આજરોજ ડાંગ જિલ્લામાં સવારે 6:00 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી આહવા ખાતે 32 MM, વઘઈમાં 31 MM, સાપુતારામાં 33 MM અને સુબીરમાં 15 MM વરસાદ નોંધાયો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply