ડિજિટલ ઇન્ડિયા | મતદાર જાગૃતિ અંગે ELC અરવલ્લી એપ દ્વારા માર્ગદર્શન
Live TV
-
કોલેજના વિદ્યાર્થીઓને ઓનલાઈન મતદાન તેમજ ચૂંટણી સમયની કામગીરી અંગે જાણકારી આપવામાં આવી. તમામ વિદ્યાર્થીઓએ તેમને મૂંજવતા પ્રશ્નો પણ આપ્યા ઓનલાઈન
આગામી સમયમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન સતત ચલાવી રહી છે, ત્યારે અરવલ્લી જિલ્લા ચૂંટણી પંચ દ્વારા વિશેષ મતદાર સાક્ષરતા ક્લબનું સતત આયોજન કરવામાં આવી રહ્યું છે. મોડાસાની સર પી.ટી.સાયન્સ કોલેજ ખાતે પણ મતદાર સાક્ષરતા ક્લબનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોલેજના છસો જેટલા વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થિનીઓ જોડાઈ મતદાન અંગે જાણકારી મેળવી હતી. આ સાથે જ અરવલ્લી જિલ્લા વહીવટી તંત્રએ લોન્ચ કરેલી ઇલેક્ટ્રો લીટરસી ક્લબ એપ દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઈન ડિજિટલ ટેકનોલોજી થકી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મતદાન યાદીમાં નામ નોંધાવવું, મતદાન કરવું, ઇવીએમ તેમજ વીવીપેટ અંગે પણ માર્ગદર્શન વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું હતું,.મહત્વનું છે કે, અરવલ્લી જિલ્લાએ એકમાત્ર એક એપ્લીકેશન શરૂ કરી છે, જેના થકી મતદારો સાથે સીધો સંપર્ક તેમજ મતદારોને મૂંજવતા પ્રશ્નોનું નિરાકરણ ઓનલાઈન મળી રહી છે, જેમાં જિલ્લાના ચૂંટણી અધિકારી તેમજ કલેક્ટર સહિત ચૂંટણી વિભાગના કર્મચારીઓ પણ જોડાયેલા છે.
