18 થી 20 જાન્યુઆરીના રોજ યોજાશે વાઈબ્રન્ટ ગ્લોબલ-2019 સમિટ
Live TV
-
રાજ્યના મુખ્ય સચિવ જે. એન. સિંહે એક પત્રકાર પરિષદ યોજીને માહિતી આપી હતી. જણાવ્યું હતું ,કે 'શેપીંગ અ ન્યુ ઇન્ડિયા' થીમ પર યોજાઈ રહેલી આ સમિટ વડાપ્રધાનના 'નયા ભારત'ના નિર્માણના સંકલ્પને સાકાર કરવાની દિશામાં એક મહત્વનું પગલું બની રહેશે.
ગુજરાત આગામી 18 થી 20 જાન્યુઆરી સુધી યોજાઈ રહેલ વાઈબ્રન્ટ ગ્લોબલ-2019 સમિટ અંગે રાજ્યના મુખ્ય સચિવ જે. એન. સિંહે એક પત્રકાર પરિષદ યોજીને માહિતી આપી હતી. જણાવ્યું હતું ,કે 'શેપીંગ અ ન્યુ ઇન્ડિયા' થીમ પર યોજાઈ રહેલી આ સમિટ વડાપ્રધાનના 'નયા ભારત'ના નિર્માણના સંકલ્પને સાકાર કરવાની દિશામાં એક મહત્વનું પગલું બની રહેશે. આ સમિટમાં વેપાર અને નિકાસને મજબૂત બનાવવા સેવા ક્ષેત્રનો વિકાસ તથા યુવાનોની સહભાગિતા અને સશક્તિકરકણ તેમજ નયા ભારતના નિર્માણમાં અગ્રેસર રાજ્ય તરીકે ગુજરાત ને પ્રસ્થાપિત કરવા જેવી બાબતોને અગ્રતા આપવા માં આવશે. વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં સૌ પ્રથમવાર કેટલીક નવીનતમ ઈવેન્ટ યોજાશે. જેમાં સોવરિન વેલ્થ ફંડ, પેન્શન ફંડ ,અને ઈનસ્ટિટ્યુશનલ ઈન્વેસ્ટમેન્ટ સંસ્થા ના વડાઓ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાઉન્ડ ટેબલ બેઠક કરીને વિવિધ મુદ્દાઓ પર સીધો સંવાદ કરશે. તો ગુજરાત સ્પ્રિન્ટ-2022, વાયબ્રન્ટ ગુજરાત - આફ્રિકા ડે, મેગા ટ્રેડ શો - બાયર-સેલર મિટ ,અને વેચાણકારોના વિકાસ માટેનું પ્લેટફોર્મ 20 કન્ટ્રી સેમિનાર અને 7 સ્ટેટ સેમિનાર મેઈક ઇન ઇન્ડિયાની સાફલ્ય ગાથા વર્ણવતું પ્રદર્શન તેમજ બંદરો, વ્યાપાર, અને નિકાસ પર ,વિશેષ સેમિનાર જેવી નવીનતમ ઈવેન્ટ હશે.
