ડિજિટલ ક્રાંતિમાં ગુજરાતની પહેલ: સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી - CBDC ‘ઈ-રૂપિયા’ દ્વારા રેશનિંગ અનાજ વિતરણની નૂતન પ્રણાલી
Live TV
-
સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDC) એ ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા બહાર પાડવામાં આવેલું ભારતનું સત્તાવાર ડિજિટલ નાણું છે. પુરવઠા વિભાગમાં આ ટેકનોલોજીનો ઉપયોગ એક વિશિષ્ટ 'ડિજિટલ કુપન' તરીકે કરવામાં આવી રહ્યો છે. આ પ્રણાલી હેઠળ, બ્લોકચેઈન અને આધુનિક સાયબર સુરક્ષા કવચ આધારિત નેટવર્ક દ્વારા લાભાર્થીના ડિજિટલ વોલેટમાં રેશનિંગના જથ્થા મુજબનું સ્માર્ટ કુપન સીધું જમા થાય છે. આ પ્રક્રિયાથી વચેટિયાઓની ભૂમિકા નાબૂદ થાય છે અને સરકારી સબસિડીનો દરેક રૂપિયો તેના અસલી હકદાર સુધી કોઈપણ પ્રકારની ગેરરીતિ વિના પહોંચે છે.
ગુજરાત હંમેશાં દેશભરમાં ટેકનોલોજી અને નવતર પ્રયોગોના અમલીકરણમાં અગ્રેસર રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ડિજિટલ ઈન્ડિયાના સપનાને સાકાર કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકારે વધુ એક ઐતિહાસિક અને પ્રજાલક્ષી કદમ ઉઠાવ્યું છે. રાજ્યના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ દ્વારા રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (NFSA) હેઠળ આવતા કરોડો ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDC) એટલે કે ઈ-રૂપિયા (e-Rupee)ના માધ્યમથી અનાજ વિતરણ કરવાની અત્યાધુનિક વ્યવસ્થાનો આરંભ કરવામાં આવ્યો છે. આ નવી ડિજિટલ પ્રણાલી સાર્વજનિક વિતરણ વ્યવસ્થામાં પારદર્શિતા અને ઝડપ લાવવામાં સીમાચિહ્નરૂપ સાબિત થશે.
પુરવઠા વિતરણ પ્રણાલીમાં શું છે CBDC (ઈ-રૂપિયો) અને તેનું મહત્વ?સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDC) એ ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા બહાર પાડવામાં આવેલું ભારતનું સત્તાવાર ડિજિટલ નાણું છે. પુરવઠા વિભાગમાં આ ટેકનોલોજીનો ઉપયોગ એક વિશિષ્ટ 'ડિજિટલ કુપન' તરીકે કરવામાં આવી રહ્યો છે. આ પ્રણાલી હેઠળ, બ્લોકચેઈન અને આધુનિક સાયબર સુરક્ષા કવચ આધારિત નેટવર્ક દ્વારા લાભાર્થીના ડિજિટલ વોલેટમાં રેશનિંગના જથ્થા મુજબનું સ્માર્ટ કુપન સીધું જમા થાય છે. આ પ્રક્રિયાથી વચેટિયાઓની ભૂમિકા નાબૂદ થાય છે અને સરકારી સબસિડીનો દરેક રૂપિયો તેના અસલી હકદાર સુધી કોઈપણ પ્રકારની ગેરરીતિ વિના પહોંચે છે.
ટેકનોલોજીથી બાયોમેટ્રિક ખામીઓ અને લાંબી લાઈનોની સમસ્યાનો કાયમી અંતઅત્યાર સુધી રાજ્યભરમાં રેશનકાર્ડ ધારકોને અનાજ મેળવવા માટે વાજબી ભાવની દુકાનો પર જઈને બાયોમેટ્રિક પદ્ધતિ એટલે કે અંગૂઠાનું નિશાન આપવું પડતું હતું. ઘણી વખત નેટવર્કની ખામી, સર્વર ડાઉન હોવાને કારણે અથવા શારીરિક શ્રમ કરતા શ્રમિકો અને વડીલોના અંગૂઠાના નિશાન મેચ ન થવાને કારણે ગરીબ લાભાર્થીઓને કલાકો સુધી લાઈનોમાં ઊભા રહેવું પડતું હતું અથવા અનાજ મેળવ્યા વગર પરત ફરવું પડતું હતું. પ્રજાની આ વ્યાપક સમસ્યાને કાયમી ધોરણે ઉકેલવા માટે સરકારે ઈ-રૂપિયા કુપન આધારિત ડિજિટલ ક્રાંતિ અમલમાં મૂકી છે. હવે લાભાર્થીઓ માત્ર ક્યૂઆર કોડ સ્કેન કરીને કે વન ટાઈમ પાસવર્ડના માધ્યમથી ક્ષણભરમાં પોતાનું અનાજ મેળવી શકશે.
નવી વ્યવસ્થાના મુખ્ય ફાયદાઓ:લાઈનોમાંથી મુક્તિ: બાયોમેટ્રિક મશીનમાં સર્વરની સમસ્યાને કારણે ઊભી થતી લાંબી લાઈનો અને કલાકોની રાહ જોવામાંથી કાયમી મુક્તિ મળશે.
સંપૂર્ણ પારદર્શિતા: રેશન દુકાનદાર પાસે ઉપલબ્ધ જથ્થાના આધારે જ કમ્પ્યુટર સંચાલિત ડિજિટલ વોલેટમાં કુપન જનરેટ થશે, જેનાથી ગેરરીતિની કોઈ શક્યતા રહેશે નહીં.
ડિજિટલ પુરાવા: અનાજ વિતરણની સાથે જ નાગરિકોને ડિજિટલ રિસિપ્ટ મળી જશે, જે વ્યવહારની ચોકસાઈની પુષ્ટિ કરે છે.
વિકલાંગ અને વૃદ્ધો માટે આશીર્વાદરૂપ: જે વડીલો કે દિવ્યાંગોના અંગૂઠાના નિશાન બાયોમેટ્રિક સિસ્ટમમાં આવતા નહોતા, તેઓ હવે ઓટીપી દ્વારા સરળતાથી અનાજ મેળવી શકશે.
છેવાડાના માનવી સુધી પહોંચ: સ્માર્ટફોન અને સાદા કીપેડ ફોન ધારકો માટે સુગમ ડિજિટલ વ્યવસ્થા
આ નૂતન સેવા અંતર્ગત અનાજનો લાભ મેળવવાની પદ્ધતિ ખૂબ જ સરળ છે, જે નાગરિકો પાસે રહેલા મોબાઈલના પ્રકાર પર આધાર રાખે છે:સ્માર્ટફોન (Android) ધરાવતા નાગરિકો માટે:૧) સૌપ્રથમ તમારો સક્રિય મોબાઈલ નંબર તમારા આધાર કાર્ડ અને રેશનકાર્ડ સાથે લિંક હોવો જરૂરી છે.
૨) ગૂગલ પ્લે સ્ટોર પરથી PNB Digital Rupee એપ અને My Ration App ડાઉનલોડ કરો.
૩) એપ ઓપન કરી નિયમો અને શરતોનો સ્વીકાર કરો. આધાર સાથે લિંક થયેલું સિમ કાર્ડ સિલેક્ટ કરો જેથી ઓટોમેટિક વેરિફિકેશન થાય.
૪) તમારા ફોનની સુરક્ષા માટે બાયોમેટ્રિક અથવા ફોન લૉક સેટ કરો અને ત્યારબાદ વોલેટ ટ્રાન્ઝેક્શન માટે ૬ આંકડાનો પિન સેટ કરો.
૫) My Ration App દ્વારા તમારું ઈ-કેવાયસી વેરિફિકેશન પૂર્ણ કરો.
૬) આ પ્રક્રિયા પૂરી થતાં જ રેશન દુકાનદાર પાસેના જથ્થા મુજબનું રેશન કુપન તમારા ડિજિટલ વોલેટમાં જમા થશે. રેશન દુકાને જઈને માત્ર ક્યૂઆર કોડ સ્કેન કરતાં જ અનાજ મળી જશે.સાદો કીપેડ વાળો ફોન ધરાવતા નાગરિકો માટે:
૧) લાભાર્થીએ રેશન મેળવવા માટે વાજબી ભાવની દુકાને જઈ પોતાનો રેશનકાર્ડ-આધાર સાથે લિંક થયેલો મોબાઈલ નંબર દુકાનદારને આપવાનો રહેશે.
૨) દુકાનદાર પોતાના ઓનલાઈન પોર્ટલમાં એન્ટ્રી કરશે, એટલે લાભાર્થીના સાદા ફોન પર એસએમએસ દ્વારા ૧૬ આંકડાનો વેરિફિકેશન કોડ (OTP) આવશે.
૩) લાભાર્થીએ આ કોડ દુકાનદારને જણાવવાનો રહેશે. કોડ મેચ થતાં જ વેરિફિકેશન સફળ થઈ જશે અને અનાજનો જથ્થો તુરંત મળી જશે.સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDC) ઈ-રૂપિયાનો રેશનિંગ વિતરણ વ્યવસ્થામાં વિનિયોગ કરનાર અને અત્યાધુનિક સાયબર સુરક્ષા કવચ પૂરું પાડનાર ગુજરાત આજે દેશનું રોલ મોડેલ રાજ્ય બન્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ લેવાયેલા આ પ્રગતિશીલ નિર્ણયો ભ્રષ્ટાચાર મુક્ત, પારદર્શક અને ટેકનોલોજીયુક્ત સુશાસનની પ્રતીતિ કરાવે છે. ટેકનોલોજીના સથવારે છેવાડાના માનવી સુધી સુવિધાઓ તેમજ સુરક્ષા પહોંચાડવી એ જ ગુજરાત સરકારનો મક્કમ સંકલ્પ છે. ત્યારે રાજ્યના તમામ એન.એફ.એસ.એ. (NFSA) કાર્ડધારકોને આ આધુનિક ડિજિટલ વ્યવસ્થાઓ અપનાવીને નવા ભારતના ડિજિટલ અભિયાનમાં સક્રિય ભાગીદાર બની યોગદાન આપવું અનિવાર્ય છે.
