સુરેન્દ્રનગર: ચુડાના સમઢીયાળા ગામે LCBનો દરોડો, રૂ. 4.46 લાખના મુદ્દામાલ સાથે 10 જુગારીઓ ઝડપાયા
Live TV
-
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલૂના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા ચુડા તાલુકાના સમઢીયાળા ગામે જુગાર અંગે સફળ દરોડો પાડવામાં આવ્યો છે.
આ કાર્યવાહી દરમિયાન ગુડદી પાસા વડે પૈસાની હારજીતનો જુગાર રમતા 10 શખ્સો રંગેહાથ ઝડપાઇ ગયા હતા.પોલીસે દરોડા દરમિયાન રૂ. 2.10 લાખની રોકડ સહિત મોબાઇલ ફોન, કાર, બાઇક અને જુગાર રમવાના સાધનો મળી કુલ રૂ. 4.46 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.આ કેસમાં બે આરોપીઓ ફરાર થઈ ગયા છે, જેમની શોધખોળ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે. પકડાયેલા તમામ આરોપીઓ સામે ચુડા પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ કાયદેસરનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
