ડેડિયાપાડાનાં નિનાઈ ધોધમાં ડૂબેલા 3 યુવાનોની શોધખોળ હજુ ચાલુ
Live TV
-
જો કે ન્હાવા જતાં તે પૈકીનાં ત્રણ યુવાનો આકાશ બબ્બન ઝા, યશભાઇ સોની, સંદીપ દેવીદાસ ચૌહાણ પાણીમાં ડુબવા લાગ્યા હતા.
નર્મદા જીલ્લાનાં ડેડીયાપાડાનાં અંતરીયાળ નિનાઇ ધોધમાં સોમવારે સવારે 12 કલાકે અંક્લેશ્વરનાં ત્રણ યુવાનોનું ડૂબી જવાથી મોત થયું છે. અંકલેશ્વરનાં ભડકોદરાનાં પટેલ સોસાયટીનાં ૮ જેટલા યુવાનો પિકનીક માટે ઇકો ગાડીમાં આવ્યા હતા. દરમ્યાન ઉનાળાનાં કારણે ધોધમાંથી પાણી પડવાનું બંધ હતુ, પરંતુ ત્યાં ભરાયેલા પાણી જોઇને નહાવાની ઇચ્છા ન રોકી શકતા સુરક્ષા રેલીંગ ઓળંગીને નહાવા ગયા હતા.
જો કે ન્હાવા જતાં તે પૈકીનાં ત્રણ યુવાનો આકાશ બબ્બન ઝા, યશભાઇ સોની, સંદીપ દેવીદાસ ચૌહાણ પાણીમાં ડુબવા લાગ્યા હતા. સવારે 12 કલાકે બનેલા બનાવ બાદ વનવિભાગને જાણ કરાતા ત્યાં વનવિભાગ અને સ્થાનિક પોલીસ તથા વહીવટીતંત્ર પહોંચી ગયું હતું. ડૂબી ગયેલા પૈકી આકાશ ઝા એ હાલમાં જ ધોરણ ૧૨ સાયન્સની પરીક્ષા પણ આપી હતી.
હાલમાં પણ ડૂબી ગયેલા યુવાનોની શોધખોળ હજુ ચાલુ છે. ઉલ્લેખનીય છે કે નિનાઇ ધોધમાં ગત વર્ષે ૬ મે નાં રોજ અંકલેશ્વરનાં જ ૨ યુવાનો આજ જગ્યા પર મોતને ભેટયા હતા. જો કે ડેડીયાપાડામાં કોઇ ફાયર ફાયટર ન હોઈ હજુ ડુબી ગયેલા યુવાનોની શોધખોળ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે.