દેલવાડા રેલવે સ્ટેશનની સામે પડેલા લાકડામાં લાગી આગ, ટ્રેનને ન અપાયું સિગ્નલ
Live TV
-
આગની જાણ થતાં જ તરત ઉના નગરપાલિકાના ફાયર ફાઇટરની બે ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
ઉના તાલુકાના દેલવાડા ગામમાં રેલવે સ્ટેશનની સામેના ભાગે પડેલા લાકડામાં આજે બપોરે 3.30 કલાક આસપાસ અચાનક વિકરાળ આગ લાગી હતી. આગની જાણ થતાં જ તરત ઉના નગરપાલિકાના ફાયર ફાઇટરની બે ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
જો કે ફાયરની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવી લેવાયો છે. આ આગના બનાવના પગલે જૂનાગઢ-દેલવાડા ટ્રેનનો સમય સાંજે 5 વાગ્યાનો છે, જેને આવતી જોઈ સિગ્નલ આપવામાં આવ્યું નહોતું. આ ટ્રેનને દેલવાડા રેલવે સ્ટેશનથી 1 કિલોમીટર પહેલા રોકી દેવામાં આવી હતી. જેથી અન્ય કોઈ દુર્ઘટના બને નહીં.