અંકલેશ્વરમાં પોલીસ ચોકીમાં સાપ નીકળતા અફડાતફડી
Live TV
-
આ સાપ ઝેરી અને ખૂબ લાંબો હોવાથી થોડો સમય માટે ભયનો માહોલ છવાઈ ગયો હતો.
આજે અંકલેશ્વર શહેરની એક ચોકીમાં સાપ નીકળતા અફડાતફડી સર્જાઈ ગઈ હતી. શહેરની પ્રતિન પોલીસ ચોકીમાં કામ કરતી વખતે અચાનક સાપ નજરે ચડ્યો હતો. આ સાપ ઝેરી અને ખૂબ લાંબો હોવાથી થોડો સમય માટે ભયનો માહોલ છવાઈ ગયો હતો.
ચોકીમાં સાપ દેખાતા જ પોલીસકર્મીઓમાં પણ અફડાતફડી સર્જાઈ ગઈ હતી. સમાચાર મળતા જ આસપાસનાં લોકો પણ સાપને જોવા માટે ભેગા થઈ ગયા હતા. પોલીસ દ્વારા આ અંગે વનવિભાગને ફોન કરીને જાણ કરવામાં આવી હતી.
વનવિભાગની ટીમે પહોંચી આ ઝેરી સાપને પકડી લીધો હતો. સાપને પકડી લેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
