રાજ્ય સરકારનું ડિજિટલ યુગમાં વધુ એક ડગલું, વહીવટી બનશે પારદર્શક
Live TV
-
રાજ્યમાં હવેથી મહાનગર પાલિકા, નગર પાલિકા અને શહેરી સત્તા મંડળ હેઠળની વિવિધ યોજના પ્લાનને મંજૂરી અપાશે, અને તેની દરખાસ્ત પણ ઓન લાઇન મોકલી શકાશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહાત્મા મંદિર ગાંધીનગર ખાતેથી રાજ્યમાં ઓનલાઇન પ્લાન મંજૂર કરવાની વ્યવસ્થાનો શુભારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, હવે વહીવટ પારદર્શી બનશે. સરકારના પુલ, તળાવો, બિલ્ડિંગ, વિવિધ બાંધકામ, રોડ, ગટર સહિતના અનેક પ્રોજેક્ટની મંજૂરી માટે હવે કોન્ટ્રાક્ટરો સહિત અરજદારોને સરકારી કચેરીના ધક્કા ખાવા પડશે નહીં. કોઈપણ જગ્યાએથી ઓન લાઇન અરજી કરી શકાશે, જેને ઓનલાઇન ડેવલપમેન્ટ પરમીશન સિસ્ટમ નામ આપવામાં આવ્યું છે. આ રીતે રાજ્યમાં ડિજિટલ યુગમાં વધુ એક ડગલું આગળ વધાર્યું છે.
