Skip to main content
Settings Settings for Dark

ડૉ.બાબાસાહેબ આંબેડકર જયંતી નિમિત્તે રાજ્યમાં વિવિધ જગ્યાએ કાર્યક્રમો યોજાયા

Live TV

X
  • ભારત રત્ન ડૉ. ભીમરાવ બાબાસાહેબ આંબેડકર જન્મજયંતી નિમિત્તે રાજ્યમાં વિવિધ જગ્યાએ કાર્યક્રમો યોજાયા

    ભારતના બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે નડિયાદમાં ભાજપ દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમનું કરાયું આયોજન, કાર્યક્રમમાં સાંસદ દેવુસિંહ ચૌહાણ, વિધાનસભાના ધારાસભ્ય પંકજ દેસાઈની ઉપસ્થિતિમાં સંતરામ રોડ પર આવેલ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી શ્રદ્ધાસુમન કરાયા અર્પણ, મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા.

    તાપી જિલ્લાના વ્યારા શહેર સહિત સમગ્ર જિલ્લામાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું કરાયું આયોજન, ધારાસભ્ય મોહનભાઇ કોકણી સહિતના આગેવાનો દ્વારા બાબાસાહેબની પ્રતિમાને અર્પણ કરાઈ પુષ્પાંજલિ, ઉપસ્થિત મહાનુભાવોએ બાબાસાહેબજીના જીવન પર આપ્યું માર્ગદર્શન.

    રાજકોટ જિલ્લાના જેતપુર ખાતે બાબાસાહેબ આંબેડકરની જન્મજ્યંતી નિમિત્તે અનુસૂચિત જાતિ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું કરાયું આયોજન, ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા સહિતના આગેવાનોએ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને અર્પણ પુષ્પાંજલિ કરી.

    નવસારી શહેરમાં  ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી નિમિત્તે શોભાયાત્રા અને બાઈક રેલીનું કરાયું આયોજન, નવસારી શહેરના લુન્સીકુઈ વિસ્તારમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને નવસારી આદિવાસી ભાજપા મોરચા અને કોંગ્રેસ સહિત વિવિધ સંસ્થાઓ દ્વારા પુષ્પ વંદના અર્પણ કરાઈ.

    મોરબી જિલ્લામાં બાબાસાહેબની જન્મજંયતી નિમિત્તે ભારતીય બંધારણની શાહી સવારી સાથે શોભાયાત્રાનું કરાયું આયોજન, શોભાયાત્રામાં ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં અગ્રણીઓએ હાજર રહી આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી.

    ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે ડૉ. બાબાસાહેબની જન્મજયંતી નિમિત્તે જિલ્લા પંચાયતની સમાજ કલ્યાણ શાખા દ્વારા પ્રભાત ફેરીનું કરાયું આયોજન, કાર્યક્રમમાં વિધાનસભાના દંડક વિજય પટેલ સહિત મહાનુભાવો અને વિદ્યાર્થીઓ જોડાયા.

    મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે સ્વયં સૈનિક દળ ગુજરાત એકમ દ્વારા મહારેલી, મહાસભા અને મહાસલામીનું કરાયું આયોજન, રેલીમાં ડૉ. બાબાસાહેબના નારા, જય ઘોષ અને બહુજન સમાજની એકતાનો સંદેશ આપવામાં આવ્યો.

    ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતીની જામનગરમાં ધામધૂમથી કરાઈ ઉજવણી, શહેરમાં લાલ બંગલા સર્કલ પર આવેલ ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરાઈ, ધારાસભ્ય રિવાબા જાડેજા, દિવ્યેશ અકબરી સહિતના આગેવાનો હાજર રહ્યા.

    અમદાવાદમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી નિમિત્તે બાપુનગર ખાતે શ્રી બાવીસા ચૌધરી વણકર સમાજ દ્વારા કાર્યક્રમનું કરાયું આયોજન, કાર્યક્રમમાં સમાજના વડીલો અને મહાનુભાવોનું તથા તેજસ્વી તારલાઓને સન્માનિત કરાયા, સમાજ દ્વારા આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું.

    ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી નિમિત્તે ભાજપા દ્વારા સમરસતા યાત્રાનું કરાયું આયોજન, આ યાત્રા 6 દિવસ સુધી બનાસકાંઠાના 140 ગામનો પ્રવાસ કરશે, રેલીમાં ભાજપાના જિલ્લા પ્રમુખ સહિત પદાધિકારી, મહંતો મોટી સંખ્યામાં જોડાયા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2025 Max Temp : °C Min Temp : °C
apply