ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિન 5 સપ્ટેમ્બર 'શિક્ષક દિન' તરીકે ઉજવાય છે
Live TV
-
ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિન 5 સપ્ટેમ્બર 'શિક્ષક દિન' તરીકે જાણીતો છે. આજના વિદ્યાર્થીઓ આવતીકાલના નાગરિક છે.
ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિન 5 સપ્ટેમ્બર 'શિક્ષક દિન' તરીકે જાણીતો છે. આજના વિદ્યાર્થીઓ આવતીકાલના નાગરિક છે. તેમનામાં સંસ્કાર નૈતિકતા અને દેશ પ્રેમ સાથેનું શિક્ષણ આપતા શિક્ષકોના માનમાં આ દિવસ ઉજવાય છે. આ દિવસે શાળાઓ-મહા શાળાઓમાં શિક્ષક દિનની ઠેર-ઠેર ઉજવણી કરવામાં આવે છે. કે.જી બાલવર્ગના વિદ્યાર્થીઓથી માંડી ને ધો-12 અને કૉલેજના વિદ્યાર્થીઓ જે-તે વિષયના શિક્ષકના ગૌરવને શોભે તેવાં વસ્ત્રો પહેરી શિક્ષકની ભૂમિકા નિભાવે છે. તેમના જ સહાધ્યાયીઓ મિત્રો એક દિવસ માટે આ શિક્ષકો પાસેથી શિક્ષણ મેળવે છે. શહેરોની ઝાકમઝાળથી દૂર એવા અંતરિયાળ વિસ્તારના આદિવાસી બહુલ ધરાવતા આદિવાસી વિસ્તારની સરકારના સહયોગથી ચાલતી રંગપુર પ્રાથમિક શાળાના વિદ્યાર્થી પોતાને ભેટમાં મળેલ સ્માર્ટ ડિજિટલ બૉર્ડ થ્રીડી ચશ્માં વી.આર. બૉક્સ જેવાં ડિજિટલ ઉપકરણોથી સ્માર્ટ ડિજિટલ શિક્ષક બની ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિન મનાવશે.