Skip to main content
Settings Settings for Dark

ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનો અગિયારમો વાર્ષિક પદવીદાન સમારોહ યોજાયો

Live TV

X
  • અમદાવાદ: ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી (BAOU) નો ભવ્ય પદવીદાન સમારોહ રાજ્યપાલ અને કુલાધિપતિ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

    આ પ્રસંગે કુલ 22,770 વિદ્યાર્થીઓને વિવિધ વિદ્યાશાખાઓની પદવીઓ એનાયત કરવામાં આવી હતી. કાર્યક્રમમાં સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ સુશ્રી બેલા એમ. ત્રિવેદી સારસ્વત અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

    રાજ્યપાલએ જણાવ્યું કે ઈશ્વરનિર્મિત આ વિશ્વમાં જાતિવાદને કોઈ સ્થાન નથી. તેમણે પદવીધારકોને વૃક્ષારોપણ, પ્રાકૃતિક ખેતી અને રાષ્ટ્રસેવામાં યોગદાન આપવા આહ્વાન કર્યું હતું.સામાજિક સમરસતા ક્ષેત્રે પ્રદાન બદલ કિશોર મકવાણાને રાજ્યપાલના હસ્તે "ડૉ. બાબાસાહેબ આંબેડકર સમરસતા પુરસ્કાર-2026" થી સન્માનિત કરવામાં આવ્યા હતા.યુનિવર્સિટીના 'પદ્મ' પોડકાસ્ટનું લોકાર્પણ કરાયું. સાથે જ મેન્યુસ્ક્રિપ્ટોલોજી, આર્મેનિયન લેંગ્વેજ અને ધરમપાલના વિચારો પર આધારિત નવા અભ્યાસક્રમો શરૂ કરવામાં આવ્યા. વિદ્યાર્થીઓ ઓનલાઇન ડિગ્રી મેળવી શકે તે માટે (NAD)-Digilocker સુવિધાનું પણ ઉદ્ઘાટન કરાયું.કુલ 118 પુરસ્કારો એનાયત થયા, જેમાં 37 સુવર્ણચંદ્રકનો સમાવેશ થાય છે. દિવ્યાંગ વિદ્યાર્થી માણેક દીપક ચંદ્રકાંતભાઈને પણ સુવર્ણચંદ્રકથી સન્માનિત કરાયા હતા.કુલપતિ પ્રો. અમી ઉપાધ્યાય, રાષ્ટ્રીય એસ.સી. આયોગના અધ્યક્ષ શ્રી કિશોર મકવાણા અને વિવિધ યુનિવર્સિટીઓના કુલપતિઓ આ પ્રસંગે હાજર રહ્યા હતા.યુનિવર્સિટીના કા. કુલસચિવ ડૉ. ભાવિન ત્રિવેદીએ આભારદર્શન સાથે કાર્યક્રમનું સમાપન કર્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
apply