તાપીના દોસ્વાડા ખાતે બનેલી ઘટના દુર્ભાગ્યપૂર્ણઃ નીલમ રાની
Live TV
-
રાજ્યમાં ખાસ કરીને રોગચાળા પછીના વિશ્વમાં કામનું સર્જન કરવું, રોજગારી લાવવી અને આર્થિક વિકાસને મજબૂત બનાવવો એ સમયની માંગ છે.
ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન બ્યુરો (iNDEXTb) ના મેનેજિંગ ડિરેક્ટર, શ્રીમતી નીલમ રાનીએ મીડિયાને આપેલા પોતાના નિવેદનમાં જણાવ્યુ છે કે, “તાપી જિલ્લાના દોસ્વાડા ખાતે આજે જે બન્યું તે દુર્ભાગ્યપૂર્ણ છે. રાજ્યમાં ખાસ કરીને રોગચાળા પછીના વિશ્વમાં કામનું સર્જન કરવું, રોજગારી લાવવી અને આર્થિક વિકાસને મજબૂત બનાવવો એ સમયની માંગ છે. અમે ઈન્ડસ્ટ્રીના વિકાસ માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરવા માટે કટિબદ્ધ છીએ અને વ્યવસાયને સરળ બનાવવા માટે મદદ પૂરી પાડીશું. એક જવાબદાર સરકારી સંસ્થા તરીકે, આપણાં સમાજના કલ્યાણ અને પર્યાવરણ પર ધ્યાન કેન્દ્રિત કરવું હંમેશાં અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા રહેશે અને શ્રેષ્ઠ ધોરણોનું પાલન કરવામાં આવે તેની અમે ખાતરી કરીશું."
