મુખ્યમંત્રી સાથે યુગાન્ડાના ભારત સ્થિત હાઈ કમિશનર Ms.Grace Akelloએ સૌજન્ય મુલાકાત કરી
Live TV
-
ગુજરાતે ઔદ્યોગિક ક્ષેત્રે દેશમાં મેન્યુફેકચરિંગ હબ તેમજ દેશના MSME સેક્ટરમાં જે મહત્વપૂર્ણ પ્રદાન કર્યું છે. તેની સફળતાથી તેઓ પ્રભાવિત થયા હતા.
મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી સાથે યુગાન્ડાના ભારત સ્થિત હાઈ કમિશનર Ms.Grace Akello એ ગાંધીનગરમાં સૌજન્ય મુલાકાત કરી હતી. ગુજરાતે ઔદ્યોગિક ક્ષેત્રે દેશમાં મેન્યુફેકચરિંગ હબ તેમજ દેશના MSME સેક્ટરમાં જે મહત્વપૂર્ણ પ્રદાન કર્યું છે. તેની સફળતાથી તેઓ પ્રભાવિત થયા હતા. મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી સાથેની આ મુલાકાત દરમ્યાન તેમણે ગુજરાત સાથે MAME સેકટરની સહભાગિતા અને યુગાન્ડામાં MAME સેકટરમાં રહેલી તકો વિશે ચર્ચા પરામર્શ કર્યા હતા. મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ યુગાન્ડા ગુજરાત વચ્ચેના ઉષ્માપૂર્ણ દ્વિપક્ષીય સંબંધોમાં સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી.
મુખ્યમંત્રીએ યુગાન્ડાના હાઈ કમિશનરની ટીમને ગુજરાતના MSME કમિશનરેટની મુલાકાત લઈ આ સમગ્ર ઇકો સિસ્ટમ સમજવા અને તેનો અભ્યાસ કરવા આમંત્રણ આપ્યું હતું. ખાસ કરીને ગુજરાતમાં MSME માટે પહેલા પ્રોડક્શન પછી પરમિશનનો જે નવિન અભિગમ અપનાવ્યો છે. તેના વિશે તેમજ MSME સેકટર દ્વારા મોટાપાયે રોજગારીની તકોની પણ વિશદ ભૂમિકા મુખ્યમંત્રીએ આ મુલાકાત બેઠક દરમ્યાન આપી હતી. વિજય ભાઈ રૂપાણીએ યુગાન્ડા આફ્રિકા ભારતના પુરાતન પ્રવાસન સંબંધોની યાદ પણ તાજી કરી હતી. ઉદ્યોગના અધિક મુખ્યસચિવ રાજીવ કુમાર ગુપ્તા, મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમાર, ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તા, MSME કમિશનર રંજીથ કુમાર અને ઇન્ડેક્ષ બિના એમ.ડી નિલમ રાની આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.
