તાપીના વ્યારા અને ડોલવણ તાલુકામાં તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતોને કુલ 1657.81 લાખ રૂ.ની ગ્રાન્ટની ફાળવણી: મંત્રી બચુભાઇ ખાબડ
Live TV
-
15 મા નાણાંપંચ અંતર્ગત તાપી જિલ્લાના વ્યારા અને ડોલવણ તાલુકામાં તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતોને કુલ 1657.81 લાખ રૂ. ની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જેમાં વ્યારા તાલુકા પંચાયતને 234.06 લાખ રૂ., વ્યારા તાલુકાની ગ્રામ પંચાયતોને 819.2 લાખ, ડોલવણ તાલુકા પંચાયતને 134.34, જ્યારે ડોલવણ તાલુકાની ગ્રામ પંચાયતોને 470.21 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે તેમ પંચાયત રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડે વિધાનસભા ગૃહમાં વ્યારાના ધારાસભ્ય મોહનભાઈ કોંકણી દ્વારા પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં જણાવ્યું હતું.
મંત્રીએ ઉમેર્યું હતું કે,આ ગ્રાન્ટ પૈકી વ્યારા અને ડોલવણ તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત દ્વારા કુલ 1438 કામ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વ્યારા તાલુકા પંચાયતના 141, વ્યારા તાલુકાની ગ્રામ પંચાયતોના 933, ડોલવણ તાલુકા પંચાયતના 71, અને ડોલવણ તાલુકાની ગ્રામ પંચાયતોના કુલ 293 કામ કરવામાં આવશે. જેમાંથી હાલની સ્થિતિએ ૧૪૪ કામો પૂર્ણ થયા છે અને બાકીના કામ બનતી ત્વરાએ પૂર્ણ કરવામાં આવશે તેમ મંત્રી એ પૂછાયેલા પૂરક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું.
