તાપીના વ્યારા ખાતે વાયબ્રન્ટ ગુજરાત - વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
Live TV
-
તાપી જિલ્લાના વ્યારા ખાતે વાયબ્રન્ટ ગુજરાત - વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્ય મંત્રી મુકેશ પટેલે વાઇબ્રન્ટ ગુજરાત કાર્યક્રમની શરૂઆત કરી હતી. મુકેશ પટેલે જણાવ્યું કે, સમગ્ર રાજ્ય સહિત તાપી જિલ્લામાં પણ મોટાપાયે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થયુ છે. 40 કરોડના 15 જેટલા MoU અંગે જિલ્લા તંત્રને અભિનંદન પાઠવી વિવિધ ક્ષેત્રે યુવાનો આગળ વધે અને તાપી સહિત રાજ્યના વિકાસમાં સહભાગી બને તે માટે આહવાન કર્યું હતું. આ પ્રસંગે પ્રભારી મંત્રી સહિત મહાનુભવોના હસ્તે વિવિધ બેંકના અને ઉદ્યોગ કેન્દ્રનાસહયોગ થકી લાભાર્થીઓને લોન મંજુરીના ચેક વિતરણ જુદી જુદી યોજનાકિય કીટ વિતરણ કરવામાં આવી હતી.
