ગીર સોમનાથ: કપાસના પાકમાં સૂકારો રોગ આવતા ખેડૂતોને ભારે ફટકો પડ્યો
Live TV
-
ગીર સોમનાથમાં ઉના અને ગીરગઢડા તાલુકામાં મોટા પ્રમાણમાં કપાસનું વાવેતર થાય છે.
ગીર સોમનાથમાં કપાસની ખેતી કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. કપાસના પાકમાં સૂકારો રોગ આવતા ખેડૂતોને ભારે ફટકો પડ્યો છે. કપાસમાં સૂકારો રોગ આવતા ખેડૂતોને ભારે નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. સૂકારો આવતા કપાસના છોડ સુકાઈ રહ્યા છે. ખેડૂતોએ અત્યાર સુધીમાં એક વીઘામાં 18 થી 19 હજાર રૂપિયાનો ખર્ચ કર્યો છે. ખેડૂતો જણાવી રહ્યા છે કે, કપાસમાં સૂકારો રોગ આવતા હવે ખર્ચો પણ નહીં નીકળી શકે. ગીર સોમનાથમાં ઉના અને ગીરગઢડા તાલુકામાં મોટા પ્રમાણમાં કપાસનું વાવેતર થાય છે. લગભગ 18 હજાર હેક્ટર વિસ્તારમાં કપાસનું વાવેતર થયું છે.
કૃષિ વિજ્ઞાન કેન્દ્રના બાગાયત અધિકારી રમેશ રાઠોડનું કેહવું છે કે, 'જ્યાં કપાસનું આગોતરૂ વાવેતર કરાયું હતું તેમજ વહેલી પાકતી જાતોમાં આ સમસ્યાઓ વધુ જોવા મળે છે. વાતાવરણમાં થતો ફેરફાર મુખ્ય પરિબળ છે. રાત્રે ઠંડુ અને દિવસે ગરમ વાતાવરણ પણ જવાબદાર છે. ખેડૂતોએ પાક બચાવવા ખાતર અને ફૂગનાશક તથા અન્ય જરૂરી દવાનો છંટકાવ કરવો. જેથી મહદઅંશે રોગને નાથી શકાય. '
અગાઉ ગીર વિસ્તારમાં મોટા પ્રમાણમાં કપાસનું વાવેતર થતું હતું, પરંતુ ગુલાબી ઈયળ, ચૂસીયા જીવાત અને અન્ય રોગના કારણે હાલમાં કપાસનું વાવેતર ગીરના દરિયા પટ્ટીના ગામો અને ગીર બોર્ડરના વિસ્તારમાં સીમિત રહ્યું છે. હાલમાં કપાસના પાકમાં સૂકારો આવતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે.
