Skip to main content
Settings Settings for Dark

13 ઓક્ટોબરના રોજ શુક્રવારે વડોદરામાં ડાક અદાલતનું આયોજન

Live TV

X
  • નીતિવિષયક મુદા સિવાયની ટપાલ સેવાને લગતી ફરિયાદો સાંભળી, નિકાલ કરવામાં આવશે.

    ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે 13 ઓક્ટોબરના રોજ શુક્રવારે વડોદરામાં ડાક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. આ અદાલતમાં નીતિવિષયક મુદા સિવાયની ટપાલ સેવાને લગતી ફરિયાદો સાંભળી, નિકાલ કરવામાં આવશે. ટપાલસેવા અંગે રજૂ કરવાની ફરિયાદો 11 ઓક્ટોબર સુધીમાં મળી જાય તે રીતે શ્રીમાન ડી.બી. વરદાની, એડી (મેલ્સ એન્ડ એસ્ટાબ્લીસમેંટ), પોસ્ટમાસ્ટર જનરલની કચેરી, પ્રતાપગંજ, વડોદરા-390002ના મોકલવાની રહેશે. નિર્ધારિત સમય મર્યાદા બાદ મળેલ ફરિયાદો ધ્યાનમાં લેવામાં આવશે નહીં. ફરિયાદ સ્પષ્ટ અને મુદ્દાસર હોવી જરૂરી છે. નીતિવિષયક મુદ્દાઓની સુનાવણી હાથ ઉપર લેવામાં આવશે નહિ. નીચેના સરનામે ડાક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે.

    ડાક અદાલતનું સ્થળ- પોસ્ટમાસ્ટર જનરલ, દક્ષિણ ગુજરાત રિજીયન કચેરી, ડાક ભવન, પવનવીર અપાર્ટમેન્ટની સામે, વડોદરા-390002 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply