તાપી જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 269 આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે
Live TV
-
૩૦ સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અંબાજી ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૪૦૦૦ થી વધુ આવાસોનું લોકાર્પણ કાર્યક્રમ યોજાનાર છે, જે અન્વયે તાપી જિલ્લામાં 109 ગામોના, 269 નવનિર્મિત આવાસમાં લાભાર્થીઓ પ્રવેશ મેળવશે.
આ સાથે 30મી એ ગ્રામ્યસ્તરે પ્રધાનમંત્રીના આ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ નિહાળવામાં આવશે. આ ઉપરાંત 109 ગામો સહિત સમગ્ર તાપી જિલ્લામાં આગામી ૨૭ થી ૩૦ સપ્ટેમ્બર દરમ્યાન ''સ્વચ્છતા હી સેવા'' કાર્યક્રમ અંતર્ગત સામુહિક સફાઇ, આરોગ્ય કેમ્પ, વૃક્ષારોપણ, પ્રભાત ફેરી, સ્પર્ધાઓ સહિતના વિવિધ કાર્યકમો યોજાનાર છે. આ કાર્યક્રમના સુચારૂ આયોજન અર્થે જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડીયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી.
