Skip to main content
Settings Settings for Dark

તાપી જિલ્લામાં ભારે વરસાદ: કલેક્ટર દ્વારા કંટ્રોલ રૂમ અને SDRF કેમ્પની મુલાકાત, તંત્ર એલર્ટ મોડ પર

Live TV

X
  • તાપી જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદને પગલે આપત્તિ વ્યવસ્થાપન કામગીરીની સજ્જતાની સમીક્ષા કરવા કલેક્ટર દેવ ચૌધરીએ મોડી રાત્રે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર (ફ્લડ કંટ્રોલ રૂમ) અને SDRF કેમ્પની આકસ્મિક મુલાકાત લીધી હતી.

    કલેક્ટરએ 24 કલાક ચાલતી કામગીરીનું નિરીક્ષણ કરી કોઈપણ કટોકટીની સ્થિતિમાં ત્વરિત રિસ્પોન્સ માટે રેસ્ક્યૂ ટીમોને સજ્જ રહેવા સૂચના આપી હતી.છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ વરસાદ ડોલવણ: 378 મિ.મી,વાલોડ: 256 મિ.મી,વ્યારા: 241 મિ.મી,સોનગઢ: 190 મિ.મી.ઉકાઇ: 108 મિ.મી,ઉચ્છલ અને નિઝર: 28-28 મિ.મી,કુકરમુંડા: 25 મિ.મી જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદ અને વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા નિઝર, કુકરમુંડા અને ઉચ્છલ તાલુકા સિવાય તાપી જિલ્લાના બાકીના તમામ તાલુકાઓની શાળાઓ, આંગણવાડીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં ગુરુવારે રજા જાહેર કરવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ પર તંત્ર દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-07-2026 Max Temp : °C Min Temp : °C
apply