તા.૨૫ જુલાઈએ વેપારીઓ-સેવાકીય સંસ્થાઓના કર્મચારીઓ માટે ખાસ વેકિસનેશન કેમ્પ યોજાશે
Live TV
-
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું છે કે, કોરોના સામેની લડાઈમાં રક્ષિત થવા માટે વેકિસન જ અમોધ શસ્ત્ર પુરવાર થઈ રહ્યુ છે, ત્યારે રાજય સરકાર દ્વારા વેકસિનેશનને ખાસ પ્રાધાન્ય આપીને સમયબધ્ધ આયોજન કર્યુ છે. આગામી તા.૨૫ જુલાઈ, ૨૦૨૧ ને રવિવારના રોજ રાજયભરમાં વેપારીઓ-સેવાકીય સંસ્થાઓના કર્મચારીઓ માટે ખાસ વેકિસનેશન કેમ્પનુ આયોજન કરાયું છે તો સૌ વેપારીઓ-કર્મચારીઓને મહત્તમ લાભ લેવા અપીલ છે.
આ સાથે નાયબ મુખ્ય મંત્રીએ જણાવ્યું કે:
Ø રાજયભરમાં અત્યાર સુધી 3.1 કરોડથી વધુ નાગરિકોનુ વેકિસનેશન
Ø દરરોજ ત્રણ લાખથી વધુ નાગરિકોને કોરોનાની રસી આપવામા આવી રહી છે
Ø રાજ્યમાં પૂરતા પ્રમાણમાં રસીનો જથ્થો ઉપલબ્ધનીતિન પટેલે કહ્યું કે રાજયમા સંક્રમણનું પ્રમાણ ઘટી રહ્યું છે ત્યારથી જ ધંધા રોજગાર પૂર્વવત થાય અને નાના લોકોને રોજગારી મળી રહે એ આશયથી રાજય સરકારે કોરોનાના પ્રોટોકોલના ચુસ્ત અમલ સાથે અનેક છૂટછાટો આપી છે એવા સંજોગોમાં વેપારીઓનો પણ સારો સહયોગ સાપડ્યો છે ત્યારે નાના વેપારીઓ પણ આ રસીકરણ કેમ્પનો મહત્તમ લાભ લઈ પોતે અને ગ્રાહકોને પણ સુરક્ષિત રાખે એ જરૂરી છે.
નાયબ મુખ્યમંત્રી ઉમેર્યુ કે, રાજય સરકારની અસરકારક કામગીરીને પરિણામે કોરોનાનુ સંક્રમણ ઘટ્યુ છે અને ઉત્તરોત્તર કેસોની સંખ્યામા પણ ઘટાડો થઈ રહ્યો છે હવે છેલ્લા બે-ત્રણ દિવસથી 25 થી નીચે કેસો નોધાય છે. રાજયમાં નાગરિકોના સહયોગથી સંક્રમણને રોકવામા સફળતા મળી છે ત્યારે આગામી સમયમાં પણ નાગરિકો આવોને આવો સહયોગ આપીને સંયમ રાખે અને કોરોનાના યોગ્ય પ્રોટોકોલ સોશ્યલ ડિસ્ટન્સીંગ માસ્ક અવશ્ય પહેરશુ તો ચોકકસ આપણે ગુજરાતને કોરોના મુકત બનાવી શકીશુ.
તેમણે ઉમેર્યુ કે, વેપારી-હોટલ-સેવાકીય ક્ષેત્રના કર્મચારીઓને ગૃહ વિભાગના જાહેરનામા અનુસાર તા. 31/07/2021 સુધીમાં વેક્સીન લેવાની જરૂરિયાતને ધ્યાને લઇને વેપારી વર્ગ અને સેવાકીય વર્ગના કર્મચારીઓને તા. 31/07/2021 સુધીમાં રસીકરણ થઇ જાય તે માટે તા. 25/07/2021, રવિવારના રોજ સ્પેશ્યલ રસીકરણ કેમ્પનું 1800 સેન્ટરો ઉપર આયોજન કરાયું છે. જેનો વેપારીઓ-કર્મચારીઓને લાભ લેવા અપીલ છે.
