Skip to main content
Settings Settings for Dark

ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ-2024ને મળી જ્વલંત સફળતા: મુખ્યમંત્રી

Live TV

X
  • •31,885 પ્રાથમિક શાળાઓ, 6369 માધ્યમિક શાળાઓની કુલ-74,352 જેટલા અધિકારી-પદાધિકારી-મહાનુભાવોએ મુલાકાત લીધી
    •પ્રવેશોત્સવ દરમિયાન 6685 ક્લાસરૂમ, 7878 કોમ્પ્યુટર લેબ, 26570 સ્માર્ટ ક્લાસના લોકાર્પણ-ઉદઘાટન થયા
    •'નમો લક્ષ્મી' યોજનાના અમલથી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીનીઓના નામાંકનમાં 6.5 ટકાનો વધારો થયો
    •'નમો સરસ્વતી' યોજનાના પરિણામે વિજ્ઞાન પ્રવાહની શાળાઓમાં વિદ્યાર્થી નામાંકનમાં 5 ટકાની વૃદ્ધિ

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને માર્ગદર્શનમાં રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ-2024 26થી 28 જૂન દરમિયાન યોજવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીએ કહ્યું કે, શાળા પ્રવેશોત્સવના આ શિક્ષણ સેવા યજ્ઞની સફળતાથી વિકસિત ગુજરાત બનાવી વિકસિત ભારતના નિર્માણની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સંકલ્પના સાકાર કરવી છે. આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, કામને પોતાનું સમજીને કામ કરવાથી સારા પરિણામો અવશ્ય મળે જ છે તે શાળા પ્રવેશોત્સવની ઉત્તરોત્તર સફળતાથી ગુજરાતે પુરવાર કર્યું છે.

    મુખ્યમંત્રીએ જણાવ્યું કે, શિક્ષણ અને શિક્ષક બંનેની જે ઈમેજ હતી તેમાં હવે બદલાવ આવ્યો છે ગુણવત્તા, સ્તર અને સુવિધા સુધર્યા છે. એટલું જ નહિં, શિક્ષક વિદ્યાર્થીના માતા-પિતાની ભૂમિકા ભજવી બાળકના સર્વગ્રાહી વિકાસની સતત ચિંતા કરે છે. ગ્રામીણ અંતરિયાળ આદિવાસી વિસ્તારો સુધી હવે અદ્યતન શિક્ષણ સહુલિયત પહોંચી છે. આ સુવિધાઓનો પૂરતો લાભ બાળકોને મળે તે માટે શાળા પ્રવેશોત્સવ જેવા આયામોથી આપણે સૌ સાથે મળીને હજુ વધુ સારું પરિણામદાયી કામ કરીએ તે પણ એટલું જ જરૂરી છે.

    મુખ્યમંત્રીએ શાળા પ્રવેશોત્સવના પોતાના સ્વાનુભવો વર્ણવતા ઉમેર્યું કે, આદિજાતિ વિસ્તારના છેલ્લા ગામો પણ વિકાસની હરોળમાં પહેલા ગામ બન્યા છે, તેવી સુવિધાઓ સરકારે પહોંચાડી છે. આ વર્ષના પ્રવેશોત્સવમાં નવમા ધોરણમાં પ્રવેશ માટે પહેલીવાર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હોવાનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે, આપણે ડ્રોપઆઉટ રેશિયોમાં પણ મોટો ફેર પાડી શકીશું. શિક્ષક ક્યારેય સાધારણ ન હોય તેની વિભાવના સ્પષ્ટ કરતા તેમણે ઉમેર્યું કે, જવાબદાર નાગરિકના ઘડતરની નૈતિકતા શિક્ષકનું પરમ દાયિત્વ છે. આપણે સૌ પણ સાથે મળીને શિક્ષણની જ્યોતથી ઉજ્જવળ ભાવિ માટે સહયોગી બનીએ. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
apply