FONT SIZE
RESET
17-07-2018 | 9:13 am
દક્ષિણ ગુજરાતમાં પણ બારે મેઘ ખાંગા ડાંગ વલસાડ નવસારી જિલ્લામાં મેઘ મહેરબાન તો બીજી તરફ અમદાવાદ ગાંધીનગર મહેસાણાની હજી આકાશ તરફ આશા ભરી મીટ
રાજ્યમાં સાર્વત્રિક રીતે ચોમાસું જામી ચૂક્યું છે ત્યારે ૮૨ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે. જેસરમાં નવ ઇંચ વરસાદ પડ્યો છે. મેઘરાજા સૌરાષ્ટ્રમાં મન મૂકીને વરસી રહ્યા છે તેવી પરિસ્થિતિમાં સૌરાષ્ટ્રના કેટલાક સ્થળોએ જળબંબાકારની પરિસ્થિતિ ઉભી થઈ છે. ગીર ગઢડા તાલુકામાં ભારે વરસાદને પગલે કાનકીયા ગામમાં કેડ સમા પાણી જોવા મળ્યા હતા. તો ઉનાનું ઝાકર વાડા ગામ બેટમાં ફેરવાયું હતું. ભાવનગરના જેસરમાં ધોધમાર વરસાદને પગલે રસ્તા પર ધમસમતા પાણીમાં , બાઇક સાથે એક યુવાન તણાયો હતો. જેને સ્થાનિકોએ બચાવી લીધો હતો. તો ગીર સોમનાથના કોડીનારમાં નાની ફાફણી સહિતના ગામોમાં સાંગા વાડી નદીના પાણી ફરી વળ્યા છે. કોડીનારના પેંઢા વાડા નજીક પુલ પર પાણી ફરી વળતા હાલમાં સોમનાથ ભાવનગર હાઇવે બંધ કરવામાં આવ્યો છે. તો ઉના , અને તાલાલા વચ્ચે ભારે વરસાદને કારણે વેરાવળ જતી મીટરગેજ ટ્રેન ગીર ગઢડા અને હર-મદિયા વચ્ચે ફસાઈ હતી અને આ ટ્રેન સેવા અટકાવી દેવાની રેલ્વેને ફરજ પડી હતી. નવા નીરની આવકને પગલે અમરેલીના રાજુલાના ધાતરડી ડેમના 8 દરવાજા ખોલવામાં આવ્યા છે અને નીચાણવાળા ગામમાં એલર્ટ આપવામાં આવ્યું છે. અને રાજુલા પંથકમાં ધોધમાર વરસાદને પગલે શાળાઓ બંધ રાખવાની ફરજ પડી છે. તેમ જ ભારે વરસાદને પગલે 24 કલાક માટે અમેરલી , વેરાવળ, જૂનાગઢ- અમેરલી તેમજ દેલવાડા -વેરાવળ , અને દેલવાડા-જૂનાગઢ વચ્ચેની મીટરગેજ ટ્રેન - લાઇન બંધ કરવાની ફરજ પડી હતી.. જ્યારે ઉના તાલુકાની મછુન્દ્રી નદી ભયજનક સપાટીએ વહી રહી છે તેમજ તાલુકાના જરગલી ગામે તળાવ ફાટતા પાણી ગામમાં ધસી ગયા હતા. તો બોટાદમાં વહેલી સવારથી ધીમી ધારે પડી રહેલા વરસાદનો લોકોએ આનંદ માણ્યો હતો.ગીર ગઢડામાં વ્યાપક વરસાદને પગલે 30 ગામો સંપર્ક વિહોણા થયા છે અને ઉના કોડીનાર હાઇવે બંધ કરવાની ફરજ પડી છે. તો બીજી તરફ , રાજકોટ નજીકના ગોંડલ તેમજ રીબડા , ભરૂડી ,ભુણાવા જેવા ગામોમાં પણ નોંધપાત્ર વરસાદ થયો હતો.
સૌરાષ્ટ્રમાં મેઘ તાંડવ યથાવત, 30થી વધુ ગામ સંપર્ક વિહોણા
Previous Story
જુનાગઢઃ મુખ્યમંત્રીના શ્રમદાનથી ઉંડુ કરાયેલું તળાવ ઓવર ફ્લો
Next Story