દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી નવસારીમાં સવારથી જ ધીમીધારે વરસાદ શરૂ
Live TV
-
આજે વહેલી સવારે અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો હતો. અમદાવાદ શહેરના મોટાભાગના વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પણ જોવા મળી રહ્યો હતો.જ્યારે પૂર્વ વિસ્તારમાં ભારે પવન ફૂંકાવા સાથે વીજળીના કડાકા ભડાકા થયા હતા.
હવામાન વિભાગ દ્વારા આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે નવસારી શહેરમાં આજે સવારથી જ વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે.ગુજરાત રાજ્યના કેટલાક ભાગોમાં છેલ્લા ત્રણ દિવસથી ધોધમાર વરસાદ પડે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જિલ્લાઓમાં વરસાદે ઉભા પાકનો વિનાશ વેર્યો છે. પરંતુ અમદાવાદ શહેરમાં પણ આજે વહેલી સવારથી જ ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાવા સહિત કેટલાક વિસ્તારમાં ધીમીધારે તો કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. પરંતુ વીજળીના ચમકારાથી ભરનિંદ્રામાં રહેલા લોકો જાગી ગયા હતા. હજુ પણ આગામી બેથી ત્રણ કલાક માટે અમદાવાદ શહેરમાં આ પરિસ્થિતિ યથાવત રહેવાની શક્યતા છે.
સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદે તારાજી સર્જ્યા બાદ વહેલી સવારથી જ અમદાવાદ શહેરમાં અત્યંત ભારે વીજળીના કડાકા ભડાકા સાથે પવન ફૂંકાયો હતો. તેનું મુખ્ય કારણ છે કે, હાલમાં જે પ્રકારે લોકલ કનેક્શનની એક્ટિવિટી થઈ રહી છે તેને કારણે વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડે છે.
હવામાન વિભાગની આગામી ત્રણ કલાકની આગાહી અનુસાર અમદાવાદ શહેરમાં 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે ભારે વીજળીના ચમકારા થશે અને હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. અમદાવાદ સહિત ગાંધીનગર, ખેડા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદર નગર હવેલીમાં પણ આ પરિસ્થિતિ યથાવત રહેશે. ઉપરાંત અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, આણંદ, ડાંગ, દાહોદ, ભાવનગરમાં છૂટા છવાયા હળવા વરસાદની શક્યતા છે.
ગુજરાતમાંથી ચોમાસુ કે ઉનાળો જવાનું નામ નથી લઈ રહ્યું, ત્યારે આ પરિસ્થિતિમાં હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગત વર્ષે અલી નીનો અસરોને કારણે વહેલા વિદાય લીધી હતી અને શિયાળાની શરૂઆત પણ ઓક્ટોબર મહિનાથી જ થઈ ગઈ હતી. પરંતુ આ વર્ષે લા નીનાની અસરને કારણે ચોમાસું સામાન્ય કરતાં લાંબુ ચાલ્યું છે અને હજુ સુધી પણ અનેક ભાગોમાં વરસાદ વરસી રહ્યો હોવાથી તાપમાન અને બફારાનું પ્રમાણ પણ વધુ રહેવાથી ગરમીનો અહેસાસ વધુ થઈ રહ્યો છે. આ પરિસ્થિતિ હજુ પણ 5 નવેમ્બર સુધી યથાવત રહેવાની શક્યતાઓ છે. ત્યારબાદ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતાં ધીમેધીમે શિયાળાની ગુલાબી ઠંડીની શરૂઆત થશે, પરંતુ હજુ પણ ઓક્ટોબર મહિનાના અંત સુધી ગુજરાત રાજ્યની પરિસ્થિતિ યથાવત રહેવાની શક્યતાઓ છે.
રાજ્યમાં ચોમાસાની વિદાય બાદ કમોસમી વરસાદનો રાઉન્ડ જોવા મળી રહ્યો છે. સતત પડી રહેલા કમોસમી વરસાદે કારણે કૃષિ પાકોને ભારે નુકસાન પહોંચી રહ્યું છે. આવામાં હજુ પણ બે-ત્રણ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. જ્યારે છેલ્લા 24 કલાકની વાત કરીએ તો, સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ જોવા મળ્યો છે. 24 કલાકમાં સૌથી વધુ રાજકોટના લોધિકામાં વરસાદ નોંધાયો છે. લોધિકામાં 2 કલાકમાં 4.6 ઈંચ વરસાદ ખાબક્યો છે.
24 કલાકમાં 69 તાલુકામાં વરસાદ નોંધાયો છે. 24 કલાકમાં મોરબીમાં 3.6 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે માળિયા હાટીનામાં 3.5 ઈંચ, મેંદરડામાં 3.3 ઈંચ, કુકાવાવ વાડીયા 3 ઈંચ, કાલાવાડમાં 2.5 ઈંચ, રાણાવાવમાં 2.5 ઈંચ, રાજકોટમાં 2.4 ઈંચ વરસાદ પડ્યો છે. 24 કલાકમાં 69 તાલુકામાં વરસાદ નોંધાયો છે. 24 કલાકમાં મોરબીમાં 3.6 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે માળિયા હાટીનામાં 3.5 ઈંચ, મેંદરડામાં 3.3 ઈંચ, કુકાવાવ વાડીયા 3 ઈંચ, કાલાવાડમાં 2.5 ઈંચ, રાણાવાવમાં 2.5 ઈંચ, રાજકોટમાં 2.4 ઈંચ વરસાદ પડ્યો છે.
