Skip to main content
Settings Settings for Dark

અમદાવાદમાં પરોઢિયે મોટાભાગના વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ

Live TV

X
  • SG હાઈવે, બોપલ, શીલજ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ, એસપી રિંગ રોડ પર ભારે પવનથી પતરાનો શેડ ધરાશાયી

    આજે વહેલી સવારે અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો હતો. અમદાવાદ શહેરના મોટાભાગના વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પણ જોવા મળી રહ્યો હતો.જ્યારે પૂર્વ વિસ્તારમાં ભારે પવન ફૂંકાવા સાથે વીજળીના કડાકા ભડાકા થયા હતા.

    અમદાવાદમાં વહેલી સવારથી જ વીજળીના કડાકા ભડાકા થઈ રહ્યા છે. ચોમાસાની વિદાય બાદ પણ હજી જાણે જોરદાર ચોમાસું જામ્યું હોય તેમ આકાશમાં વીજળીના કડાકા ભડાકા અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે, જ્યારે પૂર્વ વિસ્તારમાં કેટલીક જગ્યાએ ઝરમર અને વરસાદી છાંટા પડ્યા છે. પશ્ચિમ વિસ્તારમાં વસ્ત્રાપુર, થલતેજ, ઇસ્કોન, એસજી હાઇવે, મેમનગર, ગુરુકુળ, બોપલ, શીલજ, ઘુમા, સિંધુભવન રોડ પર ધોધમાર વરસાદ પડ્યો છે. શહેરના રાણીપ, ન્યુ રાણીપ, ગોતા, ચાંદલોડિયા, જગતપુર, ચાંદખેડા, સુભાષબ્રિજ, વાડજ, નવા વાડજ, ઉસ્માનપુરા, આશ્રમરોડ સહિતના વિસ્તારોમાં પણ ધીમીધારે વરસાદ પડ્યો છે.

    શહેરના બોપલ વિસ્તારમાં સનસીટી પાસે મુખ્ય રોડ પર ઝાડ પડ્યું હતું જેના કારણે રોડ પરથી અવરજવર કરતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.શહેરમાં વહેલી સવારથી જ ભારે પવન સાથે વરસાદના કારણે એસપી રિંગ રોડ પર વકીલ સાહેબ બ્રિજ પાસે એક ખાનગી કન્સ્ટ્રક્શન સાઈટ પર બનાવેલો પતરાનો શેડ પવનના કારણે ધરાશાયી થઈ ગયો હતો. જો કે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

    હવામાન વિભાગની આગામી ત્રણ કલાકની આગાહી અનુસાર અમદાવાદ શહેરમાં 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે ભારે વીજળીના ચમકારા થશે અને હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. અમદાવાદ સહિત ગાંધીનગર, ખેડા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદર નગર હવેલીમાં પણ આ પરિસ્થિતિ યથાવત રહેશે. ઉપરાંત અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, આણંદ, ડાંગ, દાહોદ, ભાવનગરમાં છૂટા છવાયા હળવા વરસાદની શક્યતા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply