Skip to main content
Settings Settings for Dark

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ બાદ પૂર અને રોગચાળો અટકાવવા ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ

Live TV

X
  • આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે યોજાયેલી બેઠકમાં પૂર અને રોગચાળો અટકાવવા માટે આરોગ્ય વિભાગની પૂર્વતૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી.

    દવાઓ અને ક્લોરીન ટેબલેટ્સનો જથ્થો પૂરના પાણી ઓસર્યા બાદ પાણીજન્ય રોગચાળો ન ફેલાય તે માટે તમામ જિલ્લાઓમાં જરૂરી દવાઓ, ક્લોરીન ટેબલેટ્સ અને જંતુનાશકોનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.આશ્રય શિબિરો અને સગર્ભા મહિલાઓની કાળજી આશ્રય શિબિરોમાં સ્થળાંતરિત નાગરિકોનું નિયમિત તબીબી ચેકઅપ કરવા તથા સંપર્કવિહોણા ગામોમાંથી સગર્ભા મહિલાઓને સુરક્ષિત જગ્યાએ ખસેડવા વિશેષ આયોજન કરાયું છે.તબીબોની રિઝર્વ ટીમો ઓછાં વરસાદવાળા જિલ્લાઓમાંથી તબીબો અને મેડિકલ સ્ટાફની વધારાની ટીમોને રિઝર્વ રાખવા સૂચના અપાઈ છે.મંત્રીનો પ્રવાસ  ગ્રાઉન્ડ લેવલ પર સ્થિતિની સીધી સમીક્ષા કરવા માટે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા સડક માર્ગે સુરત અને નવસારી જવા રવાના થયા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-07-2026 Max Temp : °C Min Temp : °C
apply