વલસાડ પૂર હોનારત: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સમીક્ષા બેઠક
Live TV
-
વલસાડ જિલ્લામાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ સર્જાતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મોડી રાત્રે કલેક્ટર કચેરી ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી.
આ બેઠકમાં નાણાંમંત્રી કનુ દેસાઈ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.સફળ સ્થળાંતર વહીવટી તંત્ર દ્વારા એક જ દિવસમાં 12,376 નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની પડકારજનક કામગીરી કોઈ પણ જાનહાની વિના પાર પાડવા બદલ 'ટીમ વલસાડ'ને અભિનંદન પાઠવવામાં આવ્યા.ભારે વરસાદના આંકડા ઉમરગામમાં એક જ દિવસમાં 1064મિ.મી. (42.56 ઈંચ) અને કપરાડામાં સિઝનનો સૌથી વધુ 2566મિ.મી. (102.64 ઈંચ) વરસાદ નોંધાયો છે. યુદ્ધના ધોરણે સફાઈ અને આરોગ્ય પૂરના પાણી ઓસર્યા બાદ રોગચાળો ન ફેલાય તે માટે મેનપાવર અને મશીનરી દ્વારા સફાઈ ઝુંબેશ ચલાવવા તેમજ અસરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય કેમ્પ યોજવા સૂચના અપાઈ.ત્વરિત સહાય: પૂરપીડિતોને તાત્કાલિક કેશડોલ્સ અને રાશન કીટ વિતરણ કરવા તેમજ વેપારીઓના વીમા ક્લેઈમ ઝડપથી મંજૂર કરાવવા માટે ભાર મૂકવામાં આવ્યો.સ્થળ મુલાકાત: નાયબ મુખ્યમંત્રીએ વલસાડ રેલવે સ્ટેશન ખાતે અટવાયેલા મુસાફરોની મુલાકાત લઈ છીપવાડ અને ઔરંગા નદીના પુલ પર જઈને સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.
