દક્ષિણ ગુજરાતમાં 70થી 110 કિમી પ્રતિકલાકની ઝડપે ફુંકાઈ શકે છે પવન
Live TV
-
દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદ પડે તેવી શક્યતા
નિસર્ગ વાવાઝોડુ હવે ગુજરાતના દરિયાકિનારે નહિં ટકરાય પરંતુ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તેજ પવન સાથે વરસાદ પડવાની આગાહી છે. નિર્સગ વાવાઝોડાને લઇને હવામાન વિભાગેની આગાહી કરી છે કે,
દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડમાં 80થી 110 કિલોમીટરની ઝડપે પવન ફુંકાઈ શકે છે. તો સુરત અને ભરૂચમાં પવનની ઝડપ 70થી 80 કિલોમીટર પ્રતિકલાક રહેશે. જ્યારે ભાવનગરમાં 55થી 75 કિમીની ઝડપે પવન ફુંકાવાની આગાહી હવામાન વિભાગે કરી છે. મહારાષ્ટ્રના દરિયાકિનારેથી પસાર થયા બાદ વાવાઝોડાની ગતિ ધીમી પડશે. મુંબઇ ઉપરાંત અને થાણે, પાલઘરના દરિયાવિસ્તારમાંથી 100થી 110 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફુંકાવાની શક્યતા છે.
