Skip to main content
Settings Settings for Dark

વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે નહીં ટકરાય.દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

Live TV

X
  • અરબી સમુદ્રમાં ઊભું થયેલું ડીપ્રેશન હવે ડિપ ડિપ્રેશશનમાં પરિવર્તિત, 6 કલાકમાં તે વાવાઝોડમાં પરિવર્તિત થશે.

    કોરોનાના કેર વચ્ચે ગુજરાત તરફ બીજી એક આફત આગળ વધી રહી હતી. હવે રાહતના સમાચાર છે કે નિસર્ગ નામનું સંભવિત વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે નહીં ટકરાય. હવે આ વાવાઝોડું મહારાષ્ટ્રના કાંઠા વિસ્તારમાં ટકરાશે. જોકે, તેની અસરને પગલે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ત્રીજી જૂનના રોજ દક્ષિણ ગુજરાતમાં કાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. અરબી સમુદ્રમાં ઊભું થયેલું ડીપ્રેશન હવે ડીપ ડ્રિપેશનમાં પરિવર્તિત થઈ ગયું છે. હવે આગામી 6 કલાકમાં તે વાવાઝોડમાં પરિવર્તિત થશે. મંગળવારે બપોરે 12 વાગ્યાની માહિતી પ્રમાણે ડીપ ડ્રિપ્રેશન દર છ કલાકે 11 કિલોમીટરનું અંતર કાપે છે. હાલ ડીપ ડિપ્રેશન સુરતના દરિયાકાંઠેથી 670 કિલોમીટર દૂર છે. જેના પગલે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે.

    હવામાન ખાતાના ડાયરેકટર જયંત સરકારે મંગળવારે મીડિયાને આપેલી માહિતી પ્રમાણે અરબી સમુદ્રમાં ડીપ્રેશન ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ ગયું છે. હાલ તે સુરતથી 670 કિલોમીટર દૂર છે. છ કલાક બાદ ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થશે. જે બાદમાં તે સિવિયર વાવાઝોડું પણ બની શકે છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply