દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલાક સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના
Live TV
-
રાજ્યમાં મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 36 કલાકમાં કેટલાક સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો છે.
સૌથી વધુ 40 મિલીમીટર વરસાદ ખેડાના ઠાસરા અને આણંદના ઉમરેઠમાં નોંધાયો છે. આ ઉપરાંત સાવલી, ઇડર, બાલાસિનોર, બોરસદ, ગઢડા, માણાવદર તાલુકાઓમાં 30 મિલીમીટર જ્યારે 17 તાલુકાઓમાં 20 મિલીમીટરથી ઓછો વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગે આગામી 1 ઓકટોબર સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલાક સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના દર્શાવી છે.