પાટણમાં એક દિવસીય પ્રાચીન ચિત્રકળાનો વર્કશોપ યોજાયો
Live TV
-
પાટણ ખાતે આવેલી ઉત્તર ગુજરાત હેમચંદ્રાચાર્ય યુનીવર્સિટી તથા ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાતના સહયોગથી આર્ટીસ્ટીક હેરિટેજ ઓફ ગુજરાત અંતર્ગત ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિટેચરમાં એક દિવસીય પ્રાચીન ચિત્રકળાનો વર્કશોપ યોજાયો હતો.
જેમાં ખાસ ગુજરાતની પ્રખ્યાત લોકકળા માતાની પછેડી વિશે મહિતીગાર કરવામાં આવ્યા હતા. આ તકે વિદ્યાર્થીઓ સર્જનાત્મક નવું સર્જન કરે તેવા ઉમદા હેતુથી અહી આવેલ ચિત્રકારોએ માર્ગદર્શન આપેલ હતું. આ કાર્યક્રમ દરમિયાન કહેવામાં આવ્યું હતું કે, 700 વર્ષ જૂની આ કળામાં દેવીઓની પૂજા માટે વપરાતા કાપડ ઉપર ચિત્રો દોરવામાં આવતા હતા.