Skip to main content
Settings Settings for Dark

ડાંગર, બાજરી, જુવાર, રાગી અને મકાઇ પાકની ટેકાના ભાવે ખરીદી 1 નવેમ્બરથી થશે શરુ

Live TV

X
  • 5મી જાન્યુઆરી સુધી ચાલનારી આ પક્રિયા માટે ઇચ્છુક ખેડૂતોએ 1લી ઓક્ટોબરથી 31 ઓક્ટોબર દરમિયાન ઓનલાઇન નોંધણી કરાવવી આવશ્યક

    રાજ્ય સરકાર ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ઘઉ, મગફળી અને અન્ય જણસીની ટેકાના ભાવે ખરીદી કરી રહી છે. હવે રાજ્ય સરકાર વર્ષ 2023-24માં આગામી 1 નવેમ્બરથી 15મી જાન્યુઆરી દરિમયાન મિલેટ એટલે કે જાડા ધાન્ય, જેમાં જુવારં, બાજરી, રાગી, મકાઈની ટેકાના ભાવે ખરીદી શરૂ કરશે.

    કેન્દ્ર સરકાર દ્વારા ડાંગર માટે રૂ. 2183 પ્રતિ ક્વિન્ટલ, A- ગ્રેડ ડાંગર માટે રૂ. 2203 પ્રતિ ક્વિન્ટલ, મકાઇ માટે રૂ. 2090, બાજરી માટે રૂ. 2500 અને હાઇબ્રીડ જુવાર માટે પ્રતિ ક્વિન્ટલ રૂ.3180ના ભાવ નક્કી કરવામાં આવ્યાં છે. જેમાં  માલદંડી જુવાર માટે રૂ. 3225 અને રાગી માટે પ્રતિ ક્વિન્ટલ રૂ. 3846 નક્કી કરવામાં આવ્યા છે.

    ખેડૂતોએ પોતાના પાક ટેકાના ભાવે વેચાણ કરતાં સમયે ઓળખ કાર્ડ અને આધાર કાર્ડ રાખવું ફરજિયાત કરવામાં આવ્યું છે. આ દરમિયાન ખેડૂત ખાતેદારની બાયોમેટ્રિક વિશ્વસનીયતા કરીને પાકની ખરીદી કરવામાં આવશે.  

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2025 Max Temp : °C Min Temp : °C
apply