2 ઓક્ટોબરથી ખાદીની માન્ય સંસ્થા અને મંડળીઓને 20% ખાસ બજાર પ્રોત્સાહન સહાય આપવામાં આવશે
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર દ્વારા ગાંધી જયંતી નિમિત્તે એક મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે. આ લેવાયેલા નિર્ણય મુજબ ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ દ્વારા ખાદી માટે માન્ય સંસ્થા, મંડળી, કાંતનાર કે વણનાર કારીગરો દ્વારા રાજ્યમાં ઉત્પાદિત થતી ખાદી અને પોલીવસ્ત્રના ઉત્પાદનની કિંમત ઉપર 20% ખાસ બજાર પ્રોત્સાહન સહાય આપવામાં આવશે.
ખાદીની માન્ય સંસ્થા અને મંડળીઓને આ સહાય 2 ઓક્ટોબરથી 31 ડિસેમ્બર 2023ના સમયગાળા માટે આપવામાં આવશે. ખાદી અને ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીની વિશેષ પહેલ ‘ખાદી ફોર નેશન અને ખાદી ફોર ફેશન’ની થીમને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયના પરિણામે ધાર્મિક તહેવારો, જાહેર તેમજ સામાજિક પ્રસંગોમાં લોકોને ખાદીની ખરીદી માટે પ્રધાનમંત્રીએ કરેલા આહવાનને પ્રોત્સાહન મળશે.