અમિત શાહ, સ્માર્ટ સિટી અમદાવાદને આજે કરોડો રુપિયાના વિકાસકાર્યોની આપશે ભેટ
Live TV
-
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસના ગુજરાત પ્રવાસે છે. શુક્રવારે રાત્રે અમદાવાદ પહોંચ્યા હતા. ગૃહમંત્રી અમિત શાહ આજે સ્માર્ટ સિટી અમદાવાદને કરોડો રુપિયાના વિકાસકાર્યોની ભેટ આપશે. સરખેજ, ઓગણજ અને ભાડજ ગામના તળાવ નવીનીકરણ કાર્યોના શ્રીગણેશ કરાવશે તો Niper સંસ્થાના નવા ભવનનું પણ લોકાર્પણ કરવાના છે. અમિત શાહ આજે અમદાવાદ મહાનગરપાલિકા અને ઔડાના અંદાજિત 1 હજાર 651 કરોડ રૂપિયાના વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રિય સંચાર મંત્રી દેવુંસિંહ ચૌહાણ, રાજયના મંત્રી ઋષિકેશ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ સાથે અમિત શાહના હસ્તે ગાંધીનગરના Niper એરફોર્સ સ્ટેશન પાસે રાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ શિક્ષણ અને સંશોધન સંસ્થાના નવા ભવનનું લોકાર્પણ કરાશે. આ કાર્યક્રમમાં કેન્દ્રિય આરોગ્યમંત્રી મનસુખ માંડવીયા ઉપસ્થિત રહેશે.
આમ, કેન્દ્રીય ગૃહમંત્રી લગભગ 1500 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ તેમજ શિલાન્યાસ કરાવશે. આ ઉપરાંત ગૃહમંત્રી આજે સરખેજમાં ઓકાફ તળાવના, થલતેજમાં ભાડજ ગામ તળાવ ગોતા વોર્ડના ઓગણજ ગામ તળાવના અને ચાંદલોડિયામાં જગતપુર ગામ તળાવોના નવીનીકરણ કાર્યનું ખાતમૂહુર્ત કરશે. શ્રી શાહ જનભાગીદારી હેઠળ ચાંદલોડિયાના ત્રાગડ ગામના નવનિર્મિત તળાવ તેમજ નવનિર્મિત લલિતા ગોવિંદ ઉદ્યાનનું લોકાર્પણ પણ કરશે.