Skip to main content
Settings Settings for Dark

દક્ષિણ ગુજરાત : વલસાડમાં ધોધમાર વરસાદ,કપરાડામાં એક ઇંચથી વધુ ખાબક્યો

Live TV

X
  • ગુજરાતમાં આ વર્ષે વહેલું ચોમાસું પહોંચ્યું પરંતુ વિધિવત આગમનના નવ દિવસ બાદ પણ ચોમાસું હજી પણ દક્ષિણ ગુજરાતમાં જ અટવાયું છે. ગુજરાતમાં ચોમાસું નવસારી પર સ્થિર થઇ ગયુ છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસોથી મેઘ મહેર થઇ રહી છે.સૌરાષ્ટમાં છુટોછવાયો વરસાદ પડી રહ્યો છે, પરંતુ વરસાદી માહોલ બરાબર જામતો નથી. 

    છેલ્લા 24 કલાકમાં રાજ્યના 35 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં ત્રણ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. તો છેલ્લા 2 કલાકમાં વલસાડ જિલ્લાના કપરાડામાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો છે.

    ભારે વરસાદના કારણે વલસાડ શહેરના એમજી રોડ ઉપર વરસાદી પાણીનો ભરાવો થતા દુકાનદારોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. વહેલી સવારથી જ પાણી ભરાઇ જતાં દુકાન ખોલવામાં પણ તકલીફ પડી રહી છે. તો શહેરના નીચાણવાળા વિસસ્તારો જેમ કે છીપવાડ રેલવે અંડરપાસ અને છીપવાડ દાણા બજારમાં વરસાદી પાણીનો ભરાવો થતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.

    હવામાન વિભાગે આજે સવારે 10 વાગ્યા સુધીમાં 11 જિલ્લામાં વરસાદ નોંધાશે તેમ પણ જણાવ્યુ છે. જેમા ત્રણ જિલ્લામાં તો ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.

    હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, ગુજરાતના 35 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા સૌથી વધુ વલસાડના ઉમરગામમાં 2.64 ઇંચ, વલસાડમાં 2.24 ઇંચ, સુરતના પલસાણા આને જલાલપોરમાં 1.4 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે નવસારી, વાપી, પારડી, ચીખલીમાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.આ સાથે સુરતના ઓડપાડ, વાલીઆ, ડાંગ-આહવામાં 10 એમએમ કરતા વધુ વરસાદ નોંધાયો છે.

    આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં રાજ્યના 13 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વલસાડ જિલ્લાના કપરાડામાં સવા ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. તો નર્મદા જિલ્લાના નાંદોદમાં અડધા ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. આ સિવાય અન્ય તાલુકાઓમાં 1 થી 9 મિમિ સુધીનો વરસાદ નોંધાયો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply