Skip to main content
Settings Settings for Dark

દ.ગુજરાતમાં ધોધમાર વરસાદ, સુરતની ત્રણ ખાડી થઈ ઑવરફ્લો

Live TV

X
  • પર્વત પાટિયા વિસ્તારમાં ફસાયેલા , 75 જેટલા શ્રમિકોનું ફાયરબ્રિગેડ જવાનોએ કર્યુ રેસ્ક્યુ- ઉના તથા ગીરગઢડા , તેમજ દીવને પીવાનું પાણી પુરુ પાડતો રાવલ ડેમ છલકાયો.

    સમગ્ર રાજ્યમાં હાલ વરસાદી માહોલ છે, ત્યારે સુરતની સ્થિતિ સૌથી ચિંતાજનક છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે સુરતના ખાડી વિસ્તારમાં પાણી ભરાતાં લિબાંયત અને આસપાસના વિસ્તારમાં ત્રણથી ચાર ફૂટ પાણી ભરાયા છે. જેથી સ્થિતિ વિકટ બની છે. સુરત પૂર્વમાં આવેલ તમામ ખાડીઓ ઓવરફ્લો થઈ છે. જેથી લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે તો અનેક વાહનો પણ ડૂબી ગયા છે.

    શહેરના પર્વત પાટીયા વિસ્તારની માધવબાગ સોસાયટી માર્કેટમાં 75 જેટલા શ્રમિકો ફસાયા હોવાથી ફાયરબ્રિગેડના જવાનોએ રેસક્યુ કરીને તેમને બચાવ્યા હતા. ત્યારે હજુ તાપી નદીમાં પાણીની આવક થતાં સુરતમાં સ્થિતિ વણસી શકે છે, તેને ધ્યાનમાં લઈને મુખ્યમંત્રીએ સુરત મ્યુનિસિપલ કમિશનર સાથે વાત કરી સ્થિતિનો તાગ મેળવ્યો છે. તો રાજ્યમાં અનેક અન્ય જિલ્લાઓની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં ત્યાં ઓછો વરસાદ હતો ત્યાં પણ વરસાદી વાતાવરણ સર્જાતા પાણીની આવક થઈ હતી.

    કાંકરેજના ટોટણા ગામ પાસે કોઝવે પરથી એક ડમ્પર પાણીમાં સરકી ગયું હતું. તો સૌરાષ્ટ્રમાં પણ ગઇકાલથી છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ યથાવત છે. હજુ પણ વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી સમયમાં હજુ ભારે વરસાદ વરસી શકે છે.

    મહારાષ્ટ્રમાં થયેલા ઉપરવાસના વરસાદને કારણે ઉકાઇ ડેમની સપાટીમાં વધારો થયો છે, તો ગીર સોમનાથમાં હિરણ, કપીલા અને સરસ્વતી નદીના ત્રિવેણી સંગમમાં અતિશય પાણી ભરાતાં પ્રવાસીઓ પર પ્રતિબંધ મુકાયો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply