Skip to main content
Settings Settings for Dark

દમણ, દેવભૂમિ દ્વારકા અને નર્મદામાં વેક્સીનેશનના બીજા તબક્કામાં વેક્સીન આપવાનું શરૂ કરવામાં આવ્યું

Live TV

X
  • ફ્રન્ટલાઈન વોરિયર્સે લીધી કોરોનાની વેક્સીન

    રાજ્યમાં ફ્રન્ટલાઇન વોરિયર્સને કોરોનાની વેક્સીન આપવામાં આવી રહી છે. એવામાં કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં કોરોના વેક્સીનનો પ્રથમ તબક્કો પૂર્ણ કરવામાં આવ્યો છે અને બીજા તબક્કા માટે તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે. નાની દમણ મરવડ રસીકરણ કેન્દ્ર ખાતે 550 જેટલા ફ્રન્ટલાઇન વર્કરોને કોવિશીલ્ડ વેક્સિન આપવામાં આવી હતી. સરકારી અને ­પ્રાઈવેટ હોસ્ટિપલના ડોક્ટરો, નર્સો અને આંગણવાડી વર્કરો અને હોસ્પિટલના સફાઈ કર્મચારીઓને વેક્સીન આપવામાં આવી છે.

    દ્વારકામાં પોલીસ કર્મચારીઓએ લીધી કોરોના વેક્સીન 

    દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાની વેક્સીનનો બીજો તબક્કો ચાલી રહ્યો છે ત્યારે દ્વારકાના જિલ્લા પોલીસ વડા અને નાયબ પોલીસ અધિક્ષક સહિતના પોલીસ કર્મીઓએ કોરોનાની વેક્સીન લીધી. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ કોરોનાની વેક્સીનેશનની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે ફ્રન્ટ લાઇન વર્કર એવા હેલ્થ વિભાગના કર્મચારીઓએ કોરોના વેક્સીનેશનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હાલ બીજો રાઉન્ડ ચાલી રહ્યો છે ત્યારે બીજા રાઉન્ડમાં પોલીસ કર્મીઓ, રેવન્યુ વિભાગ , શિક્ષક સહિતના કર્મચારીઓ અધિકારીઓને વેક્સીન અપાઈ રહી છે.

    નર્મદામાં ફ્રન્ટલાઈન વોરિયર્સેને આપવામાં આવી કોરોના વેક્સીન  

    નર્મદા જિલ્લામાં પણ હેલ્થ કેર વર્કરનું પ્રથમ તબક્કામાં રસીકરણ પૂર્ણ થયાબાદ ફ્રન્ટલાઇન વોરિયર્સને બીજા તબક્કાના ત્રીજા દિવસે કલેક્ટર, જિલ્લા પુરવઠા અધિકારી, જનસંપર્ક અધિકારી સહિત જિલ્લા અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ પોલીસકર્મીઓએ કોરોનાની વેક્સીન લીધી છે. નિવાસી અધિક કલેક્ટર એચ.કે.વ્યાસે જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લામાં અત્યાર સુધી કુલ 1700 જેટલાં લાભાર્થીઓને વેક્સીન આપવાની કામગીરી પૂર્ણ થઇ ગયેલ છે. જિલ્લામાં ગઇકાલથી ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સને કોરોના વેક્સીન આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં 448 જેટલાં પોલીસકર્મીઓને રસી આપવામાં આવી છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply