જૂનાગઢ: બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત મહિલાઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવામાં આવી
Live TV
-
કાર્યક્રમમાં શોષિત અને પીડિત મહિલા અને યુવતીઓને પોતાની કાળજી, રક્ષણ અને મનોબળને મજબૂત કરવા માટે માર્શલ આર્ટની તાલીમ આપવામાં આવી રહી છે.
જૂનાગઢમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી દ્વારા બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત સેલ્ફ ડિફેન્સની તાલીમ માટેના કેમ્પ ચલાવવામાં આવી રહ્યા છે. શિશુ મંગલ સંસ્થામાં આયોજિત દસ દિવસીય તાલીમ કાર્યક્રમમાં શોષિત અને પીડિત મહિલા અને યુવતીઓને પોતાની કાળજી, રક્ષણ અને મનોબળને મજબૂત કરવા માટે માર્શલ આર્ટની તાલીમ આપવામાં આવી રહી છે.
જેમાં સ્વબચાવ માટેના વિવિધ દાવપેચ શીખવવામાં આવી રહ્યા છે. માર્શલ આર્ટના કોચ નાઝનીનબેન ખાને જણાવ્યુ હતુ કે માર્શલ આર્ટની તાલીમ લીધા બાદ બહેનોમાં આત્મવિશ્વાસ વધે છે અને પોતાને સક્ષમ અને સન્માનની દ્રષ્ટિથી જુએ છે. તાલીમાર્થી બહેનોએ સંસ્થા અને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
