ગુજરાતનું ગૌરવ, સી.એ. ફાઇનલની પરીક્ષામાં સુરતના વિદ્યાર્થીઓનો ઉત્તમ દેખાવ
Live TV
-
ઉદ્યોગ ક્ષેત્રે ડંકો વગાડનાર સુરત હવે શિક્ષણ ક્ષેત્રે પણ જાણીતું થયું છે ત્યારે ધી ઇન્સ્ટીટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા લેવાયેલી સી.એ. ફાઇનલની પરીક્ષામાં મુદિત અગ્રવાલે દેશમાં બીજો ક્રમ તેમજ રાજ્યમાં પ્રથમ ક્રમ મેળવી ગુજરાતનું ગૌરવ વધાર્યુ છે. મુદિતે સીએ ફાઈનલની પરીક્ષામાં 800માંથી 589 માર્ક્સ મેળવ્યા છે. સુરતના કુલ 6 વિદ્યાર્થીઓને ટોપ 50માં સ્થાન મળ્યું છે. મુદિત ઉપરાંત વર્ષીલ દેસાઈએ 17મો ચંદ્રશેખર પંસારીએ 31મો જ્યારે વિનય તાતડે દેશમાં 43મો ક્રમ મેળવ્યો છે. તમામ વિદ્યાર્થીઓને સીએનું શિક્ષણ આપનાર રવિ છાવછરીયાએ ખુશી વ્યક્ત કરી હતી. મુદિતે બિઝનેસ કરવાની અને MBA કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. કોરોના મહામારીમાં પણ સતત ઓનલાઈન શિક્ષણ મેળવી સારા માર્ક્સ મેળવી શકાય છે એ બાબતને આ વિદ્યાર્થીઓએ ચરિતાર્થ કરી છે.
