સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે ગાંધીનગર ખાતે મળી ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક
Live TV
-
રાજ્યમાં આગામી દિવસોમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગાંધીનગર ખાતે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક શરૂ થઈ ગઈ છે. આજે બેઠકનો બીજો દિવસ છે. બેઠકમાં જામનગર, રાજકોટ અને અમદાવાદના ઉમેદવારોની પસંદગીને લઈને ચર્ચા ચાલી રહી છે. આ બેઠકમાં ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ, સ્થાનિક સાંસદો , ધારાસભ્ય તેમજ નિરિક્ષકો ઉપસ્થિત છે. તમામ નેતાઓની હાજરીમાં ઉમેદવારોના નામની ચર્ચા કરવામાં આવી રહી છે.
