Skip to main content
Settings Settings for Dark

સૌરાષ્ટ્રનું ગોંડલ માર્કેટ યાર્ડ ડુંગળીની આવકથી છલકાયું

Live TV

X
  • સૌરાષ્ટ્રનું મોખરાનું ગોંડલ માર્કેટ યાર્ડ ડુંગળીની આવકથી છલકાયું છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં રાતથી જ વાહનોની 4 થી 5 કિલોમીટર લાંબી લાઈનો લાગી ગઈ હતી. બજારમાં અંદાજે 1 લાખ ડુંગળીના કટ્ટાની આવક થઇ છે. જેમાં લાલ ડુંગળીના 80 થી 90 હજાર કટ્ટા તેમજ સફેદ ડુંગળીની 10 થી 12 હજાર કટ્ટાની આવક થઈ હતી. હરાજીમાં લાલ ડુંગળીના 20 કિલોના ભાવ રૂપિયા 101થી લઈને 700  સુધીના બોલાયા હતા. તો બીજી તરફ સફેદ ડુંગળીના 20 કિલોના ભાવ રૂપિયા 131થી લઈને 341 સુધીના બોલાયા હતા. ગોંડલ માર્કેટિંગ યાર્ડ ડુંગળીની આવકથી ઉભરાતા યાર્ડના સત્તાધીશોએ હાલમાં ડુંગળીની આવક બંધ કરી હતી. ગોંડલ માર્કેટયાર્ડમાં સૌરાષ્ટ્ર ગુજરાત, મહારાષ્ટ્ર, યુપી, બિહાર, રાજસ્થાન, દિલ્હી, સહિતના અલગ અલગ 15થી વધુ રાજ્યના વેપારીઓ ડુંગળીની ખરીદી માટે આવી રહ્યાં છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply