દરિયાને પ્લાસ્ટીક મુક્ત બનાવવાના ઉદેશ્ય સાથે 17 સાયકલ સવારો દીવ પહોંચ્યા
Live TV
-
આ સાયકલ સવારમાં 14 યુવાનો અને ત્રણ યુવતીઓ દ્વારા માછીમારોને સમુદ્રમાં પ્લાસ્ટિકનો કચરો નાંખી પ્રદુષણ ન કરવા અંગેની માહિતી આપવામાં આવી હતી
દરિયાને પ્લાસ્ટીક મુક્ત કરવાના ઉદેશ્ય સાથે 17 સાયકલ સવારો કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ પહોંચ્યા હતા. મેરિટાઇમ બોર્ડના સહયોગથી અમદાવાદના 17 સાયકલ સવારો 1300 કિલોમીટરના દરિયાઈ વિસ્તાર કચ્છના નારાયણ સરોવરથી દમણ પહોંચ્યા હતા. આ સાયકલ સવારમાં 14 યુવાનો અને ત્રણ યુવતીઓ દ્વારા માછીમારોને સમુદ્રમાં પ્લાસ્ટિકનો કચરો નાંખી પ્રદુષણ ન કરવા અંગેની માહિતી આપવામાં આવી હતી. મહત્વનું છે કે, માછીમારોમાં કોરોના અને પ્લાસ્ટીકની આડઅસર વિશે જનજાગૃતિ ફેલાવવા આ અભિયાનને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ 12 જાન્યુઆરીએ કચ્છ નારાયણ સરોવરથી દમણ સુધી વર્ચ્યુઅલી લીલીઝંડી બતાવી રવાના કરી હતી.
