કમલમ ખાતે સમીક્ષા બેઠક યોજવામાં આવી
Live TV
-
વરિષ્ઠ મંત્રીઓ, નવા સંગઠનના મુખ્ય નેતાઓ અને પ્રદેશના સંગઠન મંત્રીઓ પાસેથી સ્થાનિક સ્વરાજ ચૂંટણી માટેની તૈયારીઓ અંગેની ચર્ચા-વિચારણા કરવામાં આવી
મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ દ્વારા કમલમ ખાતે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. જેમાં વરિષ્ઠ મંત્રીઓ, નવા સંગઠનના મુખ્ય નેતાઓ અને પ્રદેશના સંગઠન મંત્રીઓ પાસેથી સ્થાનિક સ્વરાજ ચૂંટણી માટેની તૈયારીઓ અંગેની ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આગામી સમયમાં પક્ષે કેવા પ્રકારની પ્રચાર પ્રસારની કામગીરી હાથ ધરી, સ્થાનિક સ્વરાજ્ય અને પંચાયત સુધીની આવનાર ચૂંટણી માટે પક્ષના હિતમાં અને પ્રજાનો વિશ્વાસ જીતવા માટેની કાર્યરચના અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત પેજ સમિતિના સભ્યોની કામગીરી મતદાન મથક સુધી પક્ષના નેતાને સમર્થન મળે તે માટે વધુ પારદર્શક બનાવવા માટે વિશેષ મહત્ત્વ આપી શકાય તેવી વ્યવસ્થા નિર્માણ થાય તેનો આગ્રહ રાખ્યો હતો.
