દસાડાના એછવાડા બસ સ્ટેન્ડ પાસે ગમખ્વાર અકસ્માત: રિક્ષા અને ટ્રેલર વચ્ચેની ટક્કરમાં ત્રણના મોત
Live TV
-
દસાડાના એછવાડા ગામના બસ સ્ટેન્ડ પાસે આજે ટ્રેલર અને રિક્ષા વચ્ચે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે.
આ ગોઝારા અકસ્માતને પગલે સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.પ્રાપ્ત માહિતી અનુસાર, એછવાડા ગામના પાટીયા પાસે ટ્રેલર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષામાં સવાર ત્રણ વ્યક્તિઓના ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરું ઉડી ગયા હતા. મૃતકોની ઓળખ પાટણ જિલ્લાના સમી તાલુકાના ટુવડ ગામના વતની તરીકે થઈ છે, જેમાં કિરણભાઈ વઢેર, બળદેવભાઈ ઠાકોર અને ભરતભાઈ ગગજીભાઈ સિંધવનો સમાવેશ થાય છે.અકસ્માતની જાણ થતા જ દસાડા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે પાટડીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. દસાડા પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ મામલે વણોદ બીટના જમાદાર હમીરભાઈ સોલંકી તપાસ કરી રહ્યા છે.
