દસ હજારથી વધુ લાભાર્થીઓને મુખ્યમંત્રી દ્વારા રૂ.140 કરોડની સહાય
Live TV
-
છેવાડાના માનવીનું હિત સરકારના હૈયે વસેલું હોવાનું જણાવતા મુખ્યમંત્રીએ પાયાની સુવિધાઓનું લોકાર્પણ કર્યું હતું, આ કાર્યક્રમનું આયોજન ઉકા તરસાડીયા યુનિવર્સિટીના માલીબા કેમ્પસ ખાતે કરવામાં આવ્યું હતું
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સુરત જિલ્લાના પ્રવાસે ગયા હતાં. જ્યાં તેમણે હળપતિ જાતિના લોકોના આર્થિક ઉત્કર્ષ માટે યોજાયેલા એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. મુખ્યમંત્રીએ અહીં હળપતિ જાતિના આર્થિક ઉત્કર્ષ માટે વર્ષ ૨૦૧૯-૨૦ માટે મંજુર થયેલી છ પાયાની સુવિધાઓનું લોકાર્પણ કર્યું હતું તો સાથે જ બહેનોને વિધવા સહાયના મંજુરીપત્રોનું વિતરણ કર્યું હતું. રાજ્યના મહિલા, બાળ અને આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમનું આયોજન ઉકા તરસાડીયા યુનિવર્સિટીના માલીબા કેમ્પસ ખાતે કરવામાં આવ્યું હતું. જ્યાં મોટી સંખ્યામાં હળપતિઓ અને આદિવાસીઓ હાજર રહ્યાં હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ સરકારની વિવિધ યોજનાઓ અંગે સંબોધન કર્યું હતું.
