Skip to main content
Settings Settings for Dark

દાહોદના જેસાવાડા ગામમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતો ગોળ ગધેડાના મેળામાં જોવા મળ્યા ભાતીગળ રંગો

Live TV

X
  • આદિવાસી ભાઇ-બહેનોએ પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઇ ઉત્સાહ અને ઉમંગથી કરી પર્વની ઉજવણી

    દાહોદ જિલ્લાના જેસાવાડા ગામે સોમવારના રોજ આદિવાસીઓનો અનેરો ગોળ ગધેડાનો મેળો આદિવાસી રીત રીવાજોના અનેક રંગ હોળી પર્વ દરમિયાન યોજાયો જોવા મળે છે જે મેળો આદિવાસી પરંપરાને ઉજાગર કરતો આંતરરાષ્ટ્રિય ખ્યાતિ પ્રાપ્ત ગોળ ગધેડાનો મેળો તો કૈક આગ્વુજ મહત્વ ધરાવે છે.

    દાહોદ જીલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જીલ્લો છે માટેજ હોળી પર્વ આવતાની સાથેજ દાહોદ જીલ્લા ની રોનક બદલાઈ જતી હોય છે દાહોદ જિલ્લો હોળીના રંગોમાં રંગાઈ જતો હોય છે એટલેજ દાહોદ થી મજુરી અર્થે બહાર ગામ ગયેલા તમામ આદિવાસીઓ હોળી નો તહેવાર ધામ ધૂમ થી ઉજવવા માટે માદરે વતન પરત ફરે છે ત્યારે હોળી પર્વે આદિવાસીઓ ની અનેરી અનેક પરમ્પરાઓ ના દર્શન લોકો ને કરવા મળે છે જોકે હોળી પર્વ બાદ છઠના દિવસે દાહોદના જેસાવાડા ગામે અનેક માન્યતાઓ સાથે જોડાયેલો ગોળ ગધેડાનો મેળો ભરાય છે જેમાં હજારોની સંખ્યામાં આદિવાસીઓ સહીત અન્ય લોકો મેળાનો આનંદ માણવા ઉમટી પડે છે

    આ મેળામાં આદિવાસી યુવતીઓ હાથમાં વાસ ની સોટી લઇ ને યુવકો ને મારે છે અને ગામ ના મુખ્ય બજાર ની વચ્ચે સિમલાના ઝાડ ન થડ રોપવામાં આવે છે અને આ થડ ની ખાલ પેહલાથી ઉતારી લેવામાં આવે છે અને આ થડ ની ટોપ પર ગોળ ની પોટલી બાંધી દેવામાં આવે છે સિમલાના થડ ની ખાલ ઉતારી લેવાથી આ થડ લીસ્સું થઇ જાય છે મેળો શરું થતાજ આ થડ ની ગોળ ગોળ ફરતા આદિવાસી યુવતીઓ હાથ માં વાસની સોટીઓ લઇ ને નાચે છે અને આદિવાસી લોક ગીતો ગાય છે અને મજાક મસ્તી કરતા કરતા અને સોટીઓ મારતા ગોળ ફરતી જાય છે જો કે આ વિધિમાં આશરે કલ્લાક જેટલો સમય થડ ઊપર યુવકો ન ચઢવામાં લાગે છે અને આ સફળતા મેળવવા યુવકોને પણ ભારે જહેમત ઉઠાવી અને સોટીઓ નો મર ખાઈ ઝાડ ઉપર ચઢે છે મહિલાઓ લીલીછમ સોટીઓ લઇ થડ ની ગોળ ગોળ ફરતી હતી ત્યારે જ યુવકે થડ પર જઈ ગોળ ની પોટલી ઉતરી ઉપર વિજય મેળવ્યો હતો એવું કહેવાય છે કે જૂના જમાના માં આ થડ પર ચઢી ને જે કોઈ યુવાન ગોળ ની પોટલી લઇ લે તેને પતાની મનગમતી છોકરી સાથે લગ્ કરવા મળતા હતા જોકે આજના યુગમાં હવે એ પ્રથા નથી રહી પરંતુ આજે પણ યુવાનો જેવા આ ગોળ લેવા માટે ઉપર ચડે કે તરતજ યુવતીઓ તેમના પર સોટીઓ નો મારો શરુ કરી દેછે જેથી કેટલાય યુવકો નિષ્ફળ જાય છે

    પરંતુ આજે પણ આ ગોળ ગધેડા નો મેળો દાહોદ જીલ્લા નહિ પણ આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પ્રાપ્ત કરેલ મેળો છે .જોકે આજે પણ એજ જુના રીવાજો અને પરંપરાઓ થી આ મેળો ભરાય છે અને યુવતીઓ ગોળ લેવા ચઢતા યુવકને સોટીઓ નો મારો પણ ચલાવે છે અને એક પોતાની ઓળખ ઊભી કરવા યુવક આ ગોળ લેવા માટે માર ખાઈ ને આજે પણ પોતાની વર્ષો જૂની ચાલતી પરંપરાને આવા મોર્ડન યુગમાં જ્યાં માત્ર ભૌતિક સુખોની વાત છે ત્યારે આ શૈલી ને જીવંત રાખવા માટે આ મેળો દર વર્ષે જેસાવાડા ગામના મુખ્ય ચોકમાં ભરાય છે.અને આજુબાજુના ગામના બધા આદિવાસી ભાઈ બહેનો આમાં ભાગ લઈ રંગે ચંગે ઉજવે છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-12-2024 Max Temp : °C Min Temp : °C
apply