નડિયાદ: સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ત્રણ દિવસીય શાળાકીય રમતોત્સવમાં યંગ ટેલેન્ટ આઇડેન્ટીફિકેશન કાર્યક્રમ યોજાયો
Live TV
-
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, રમત ગમત યુવાને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ ગાંધીનગર ધ્વારા આયોજિત ત્રણ દિવસીય શાળાકીય રમતોત્સવમાં યંગ ટેલેન્ટ આઇડેન્ટીફિકેશન કાર્યક્રમ ખેડા જિલ્લાના નડિયાદમા આવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાઈ રહ્યો છે. આ રમતોત્સવ નો મુખ્ય આસય જિલ્લા કક્ષાની સ્પોર્ટ્સ સ્કૂલમાં પ્રવેશ માટે યોજાયો છે.
આ અંગે જિલ્લા રમત ગમત વિકાસ અધિકારી ડો. મનસુખ તાવેથીયા એ જણાવ્યું કે દરેક જિલ્લામાં એક સ્પોર્ટ સ્કૂલ આવેલી છે. આ સ્પોર્ટ્સ સ્કૂલમાં ભરતી માટે બાળકોનો બેટરી ટેસ્ટ લેવામાં આવે છે. જે નવ પ્રકાર માંથી પસાર થવાનું હોય છે. આ સ્પોર્ટ સ્કૂલમાં ભરતી માટે ફિઝિકલ બેટરી ટેસ્ટમાં બાળકોની ઝડપ સહનશીલતા સફળતા સ્પીડ આ બધા ઉપર કયા બાળકમાં કેટલી કેપેસિટી છે. કયા બાળકમાં શેની પ્રતિભા છે. તે ટેસ્ટના અંતે માર્કિંગ થાય છે.
સિલેક્ટ થયેલું વિદ્યાર્થી અમદાવાદ રાજ્ય કક્ષાએ મોકલવામાં આવે છે. અને તેમાથી સિલેક્ટ થાય તે બાળકને જે તે જિલ્લાની સ્પોર્ટ સ્કૂલમાં પ્રવેશ આપવામાં આવે છે. જ્યાં તમામ સુવિધાઓ સાથે રમતગમતમાં કઈ રીતે આગળ આવે તે પ્રકારની ટ્રેનિગ આપવામાં આવે છે. ખેડા જિલ્લાના તમામ તાલુકાઓમાંથી 250 ઉપરાંત વિદ્યાર્થી ભાઈ બહેનો તેમનો વાલીઓ સાથે આ ટેસ્ટ માટે અહીં આવ્યા છે. આ સ્પોર્ટ સ્કૂલો બનાવવાનો આસય રમત ગમતને પ્રોત્સાહન આપવું.