દાહોદ ખાતે કેન્દ્રીય મંત્રી ના અધ્યક્ષ સ્થાને લોન વિતરણ કાર્યક્રમ
Live TV
-
દાહોદ ખાતે ગઇકાલે કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોર ના અધ્યક્ષ સ્થાને લોન વિતરણ કાર્યક્ર્મમાં આદિજાતિ ના લાભાર્થિઓ ને વિવિધ યોજના અંતર્ગત 6 કરોડ જેટલી રકમની લોન - સહાય વિતરણ કરવામા આવી હતી.
દાહોદ ખાતે ગઇકાલે કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોર ના અધ્યક્ષ સ્થાને લોન વિતરણ કાર્યક્ર્મમાં આદિજાતિ ના લાભાર્થિઓ ને વિવિધ યોજના અંતર્ગત 6 કરોડ જેટલી રકમની લોન - સહાય વિતરણ કરવામા આવી હતી. ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન ગાંધીનગર અને દાહોદ જીલ્લા વહિવટી તંત્ર દ્રારા ભારત સરકાર ના આદિજાતિ મંત્રાલય ના રાજ્યકક્ષાના મંત્રી જશવંતસિંહ ભાભોર ની અધ્યક્ષ્તામાં લોન વિતરણ તેમજ લોક જાગૃતતા કાર્યક્ર્મ યોજાયો હતો. જેમા ગુજરાત સરકારના મંત્રી ગણપતસિંહ વસાવા, મંત્રી બચુભાઈ ખાબડ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્ર્મમા આદિજાતિ લાભાર્થીઓ ને વિવિધ યોજના અંતર્ગત સ્વરોજગાર માટે 585 જેટલા લાભાર્થી ઓ ને કુલ 5 કરોડની રકમની લોન તેમજ વાહનો નુ વિતરણ કરવામા આવ્યુ હતું તેમજ 100 જેટલા લાભાર્થી ઓને જંગલ ની જમીન ના અધિકાર પત્રો આપવામા આવ્યા હતા. આ પ્રસંગે મંત્રી જશવંતસિંહ ભાભોરએ 50 કરોડ રુપીયા ની ગાયો-ભેંસો દાહોદ જીલ્લા ના આદિવાસી ઓ ને આપવામા આવશે તેની પણ જાહેરાત કરી હતી
