દિલ્હીમાં કરણી સેનાના ૨૦૦ કાર્યકર વિરુદ્ધ એફઆઈઆર, ૧૩ની ધરપકડ
Live TV
-
- સુપ્રીમ કોર્ટના ફેંસલા વિરુદ્ધ કરણી સેનાનું બેખૌફ વિરોધ પ્રદર્શન
પદ્માવત ફિલ્મને રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં રજૂ નહી કરવા અંગે રાજસ્થાન અને મધ્યપ્રદેશ સરકારે સુપ્રીમ કોર્ટમાં પુનઃવિચારણા અરજી કરી છે. સુપ્રીમ કોર્ટે આ અરજીને માન્ય રાખી મંગળવારે આ અંગેની સુનાવણી કરવાનું માન્ય રાખ્યુ છે.
ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ એ.એમ.ખાનવિલકર અને જસ્ટિસ ડી.વાય.ચંદ્રચૂડની બેચ આવતીકાલે ભાજપ શાસિત આ રાજ્યોની અપીલ પર સુનાવણી કરશે. ફિલ્મ પ્રોડ્યુસર્સના વકીલ હરીશ સાલ્વેએ મામલાની તાત્કાલિક સુનાવણીનો વિરોધ કર્યો છે. પરંતુ બેંચે તેમના વિરોધને ફગાવ્યો છે.